News of Wednesday, 6th May 2026
'વંદે માતરમના રચયિતા ટાગોર...': બંગાળ ની જીતની ઉજવણીમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભાંગરો વાટ્યો
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેરમાં થયેલી આ ગંભીર ભૂલને લઈને કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા

ગાંધીનગરમાં કમલમ ખાતે પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટર્જીના બદલે રવિન્દ્રનાથ ટાગોરનું નામ આપીને મોટો બફાટ કર્યો હતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેરમાં થયેલી આ ગંભીર ભૂલને લઈને કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે વંદે માતરમના નામે રાજનીતિ કરનાર પક્ષના નેતાના આ અજ્ઞાનને રાષ્ટ્રીય ગીત અને દેશના આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવ્યું છે.
તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામોમાં મળેલી જીતની ઉજવણી ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના નેતા જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધન દરમિયાન એક મોટો ભાંગરો વાટ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ્'ની રચના કરી હતી. જોકે હકીકતમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચેટર્જીએ કરી હતી, પરંતુ રાજ્યના ટોચના નેતાઓની હાજરીમાં જાહેરમાં આ ખોટી માહિતી આપી છે.
(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
