તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
અમદાવાદીઓ માટે મીઠા સમાચાર: ફળોના રાજા 'કેરી'ની બજારમાં ધમાકેદાર એન્ટ્રી, જાણો આજનો લેટેસ્ટ ભાવ
માર્કેટ યાર્ડ કેસરની સુગંધથી મહેકી ઉઠ્યું; ગીર-તલાલાની કેરીની આવક વધતા ભાવમાં થયો ઘટાડો, જાણો 5 અને 10 કિલોના બોક્સનો દર

અમદાવાદ : કાળઝાળ ગરમીની શરૂઆત થતા જ અમદાવાદીઓની મનપસંદ એવી કેસર કેરીની સીઝન હવે પૂરબહારમાં ખીલી છે. અમદાવાદના માર્કેટ યાર્ડમાં આજે ૨૫ એપ્રિલના રોજ કેસર કેરીની મબલખ આવક નોંધાઈ છે. અખાત્રીજ પૂર્વે જ બજારમાં કેરીના ઢગલા થતા ફળબજારમાં રોનક પરત ફરી છે. ખાસ કરીને ગીર અને તલાલાની અસલી કેસર કેરી ખાવાના શોખીનો માટે આ વર્ષે આનંદના સમાચાર છે, કારણ કે આવક વધવાને કારણે હવે ભાવ સામાન્ય નાગરિકોના ખિસ્સાને પરવડે તેવા સ્તરે પહોંચ્યા છે.
માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા અનુસાર, સીઝનની શરૂઆતમાં ભાવ આસમાને હતા, પરંતુ હવે સપ્લાય ચેઈન નિયમિત થતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. આજે અમદાવાદના બજારમાં કેસર કેરીના ભાવ ગુણવત્તા અને વજન મુજબ નીચે મુજબ રહ્યા હતા:
કેરીનું વજન અંદાજિત ભાવ (રૂપિયામાં)
05 કિલોનું બોક્સ ₹750
10 કિલોનું બોક્સ ₹1500
કેસર ઉપરાંત બજારમાં હાફૂસ (આલ્ફાન્ઝો), પાયરી અને લંગડો જેવી અન્ય લોકપ્રિય જાતો પણ આકર્ષણ જમાવી રહી છે. જોકે, આ જાતોમાં ગુણવત્તાના આધારે ભાવમાં મોટો તફાવત જોવા મળ્યો છે. હાફૂસ જેવી પ્રીમિયમ ક્વોલિટીની કેરીના ભાવ પ્રતિ મણ (20 કિલો) ₹1000 થી શરૂ થઈને એક્સપોર્ટ ક્વોલિટી માટે ₹5000 સુધી બોલાયા હતા.
હવામાનમાં થઈ રહેલા ફેરફાર અને ગરમીના પ્રકોપ વચ્ચે કેરીનો પાક વહેલો તૈયાર થયો હોવાથી અત્યારે બજારમાં દરેક જગ્યાએ કેસરની સુગંધ પ્રસરી છે. વેપારીઓનું અનુમાન છે કે આગામી દિવસોમાં જો આવક આવી જ જળવાઈ રહેશે તો ભાવમાં હજુ પણ થોડો ઘટાડો થઈ શકે છે. તો અત્યારે જ છે કેરીની જ્યાફત ઉડાવવાનો ઉત્તમ સમય!
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
