<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

એન્‍કાઉન્‍ટરમાં માર્યો ગયેલ આરોપી સુરેશ પરમાર સેકસ અને હત્‍યા માટે ૩ ઘટનામાં આરોપના પિંજરામા હોવાનો ઘટસ્‍ફોટ

અકિલા સમક્ષ સાયકો પ્રકારના આદત સે મજબુર જેવા આરોપીની ઘૃણાસ્‍પદ કુંડળી, CBI બેક ગ્રાઉન્‍ડ ધરાવતા ig રાધેવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શન નીચે જેમના નેતૃત્‍વ હેઠળની ટીમ તપાસ ચલાવે છે, તેવા આણંદ જિલ્‍લા પોલીસ વડા ગૌરવ જસાણી કર્મ કુંડળી ખોલે છે

રાજકોટ, તા.૨૦: આણંદમાં ૪.૫ વર્ષની બાળકીના અપહરણ અને હત્‍યા કેસના મુખ્‍ય આરોપી સુરેશ પરમારનું આજે પોલીસ સાથેના એન્‍કાઉન્‍ટરમાં મોત નીપજ્‍યું છે. વાસદ રેલવે સ્‍ટેશનના પ્‍લેટફોર્મ પરથી ગત રાત્રે ૯:૧૫ વાગ્‍યે આ માસૂમ બાળકીનું અપહરણ થયું હતું. બીજા દિવસે સવારે રેલવે ટ્રેક પાસેથી બાળકીનો કચડાયેલો મૃતદેહ મળી આવ્‍યો હતો. સીસીટીવી  ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી સુરેશ પરમારને ઝડપી પાડવામાં આવ્‍યો હતો. CBI બેકગ્રાઉન્‍ડ ધરાવતા અમદાવાદ રેન્‍જ IG રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શન નીચે જેમના નેતૃત્‍વ હેઠળની ટીમ આ તપાસ ચલાવે છે, તેવા આણંદ એસપી ગૌરવ જસાણીએ ઉકત આરોપી વિરુદ્ધ કેટલાક ધૃણાસ્‍પદ આરોપોની વિગતો વર્ણવી હતી.

અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવેલ કે, સુરેશ સામે આ પહેલા પણ ૨૦૨૦માં યુવતી પર રેપ અને મર્ડરનો આરોપસર તેની ધરપકડ કરેલ. ૫ વર્ષ જેલમાં રહેલ, પરંતુ પૂરતા પુરાવા અભાવે તેની સામે આરોપ પુરવાર ન થતા તેને નિર્દોષ જાહેર કરવામાં આવેલ. જિલ્‍લા પોલીસ વડાએ આરોપી સેક્‍સ અને હત્‍યાં જેવા અપરાધ માટેની આદતવાળો હોવાની આ શંકા વ્‍યકત કરેલ. પોલીસ સૂત્રોના મત મુજબ આજથી ૪/૫ માસ પહેલા આણંદ ગ્રામ્‍ય વિસ્‍તારમાં રેપ સાથેની વણ ઉકેલી હત્‍યાંમાં પણ ઉકત આરોપી હોવાની કબૂલાત આપેલ. વાસદ રેલવે સ્‍ટેશન પાસેથી બાળકીનું અપહરણ થયા બાદ બીજા દિવસે રેલવે ટ્રેક નજીકથી તેનો મૃતદેહ મળી આવ્‍યો હતો. આ સમગ્ર ઘટનાએ આખા આણંદ જિલ્‍લાને હચમચાવી દીધો હતો.

ઘટના બન્‍યા બાદ રેલવે SP અભય સોની, આણંદ SP ગૌરવ જસાણી સહિતની ટીમોએ તાત્‍કાલિક તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી LCB અને SOGની ટીમોએ સંયુક્‍ત ઓપરેશન ચલાવી આરોપી સુરેશ પરમારને ઝડપી પાડ્‍યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ્‍યો હતો. આજે તેને ઘટનાસ્‍થળનું રિકન્‍સ્‍ટ્રક્‍શન કરાવવા લઈ જવામાં આવી રહ્યો હતો ત્‍યારે એન્‍કાઉન્‍ટરની ઘટના બની હતી.

(2:14 PM IST)