<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

એનાલોગ સર્કીટ ડીઝાઇન અંગેના સંશોધન બદલ સુરેશભાઇ ભરવાડને ડોકટરેટ પદવી

 

અમદાવાદ,તા.૩૦:  ગુજરાત ટેક્રોલોજીકલ યુનિવર્સિટી (GTU), અમદાવાદ હેઠળ સંશોધક  ભરવાડ સુરેશભાઈ લક્ષ્મણભાઈ એ "Metaheuristic Optimization Methodology for CMOS Analog Circuit Design" વિષય પર સફળતાપૂર્વક સંશોધન પૂર્ણ કરી ડોક્‍ટર ઓફ ફિલોસોફી (Ph.D.) ની ઉપાધિ પ્રાપ્ત કરી છે.

આ સંશોધન કાર્યનો મુખ્‍ય હેતુ CMOS એનાલોગ ઇન્‍ટિગ્રેટેડ સર્કિટ ડિઝાઇન ને વધુ કાર્યક્ષમ, ઝડપી અને ચોક્કસ બનાવવા માટે આધુનિક Metaheuristic Optimization Algorithms નો ઉપયોગ કરીને નવીન ડિઝાઇન પદ્ધતિ વિકસાવવાનો હતો. આ સંશોધન દ્વારા એનાલોગ સર્કિટ ડિઝાઇનમાં સમય, ખર્ચ અને માનવીય પ્રયત્‍નોમાં ઘટાડો કરી ઓટોમેટેડ સર્કિટ ડિઝાઇન માટે અસરકારક ઉકેલ રજૂ કરવામાં આવ્‍યો છે.

સંશોધન દરમિયાન માર્ગદર્શક ડૉ. પંકજ પ્રજાપતિ ના સતત માર્ગદર્શન, પ્રેરણા અને શૈક્ષણિક સહયોગથી સંશોધન સફળતાપૂર્વક પૂર્ણ થયું. ઉપરાંત ડૉ. પ્રિયેશ ગાંધી તથા ડૉ. અમિત રાઠોડ (DPC મેમ્‍બર) દ્વારા આપવામાં આવેલા રચનાત્‍મક સૂચનો અને માર્ગદર્શન સંશોધનની ગુણવત્તા વધારવામાં મહત્‍વપૂર્ણ સાબિત થયા.

થિસિસના મૂલ્‍યાંકન અને પીએચ.ડી.ની મૌખિક પરીક્ષા દરમિયાન ડૉ. અમિષા નાઈક તથા ડૉ. જિગ્નેશ પટોળિયા દ્વારા આપવામાં આવેલા મૂલ્‍યવાન સૂચનો અને શૈક્ષણિક માર્ગદર્શનથી સંશોધન ની ગુણવત્તા વધેલ છે.

સંશોધકે કમિશનરશ્રી ટેકનિકલ એજ્‍યુકેશન, આચાર્ય શ્રી એલડી ઇજનેરી કોલેજ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિશ્રી, કુલસચિવ, તમામ અધિકારીઓ, શિક્ષકમિત્રો, સહકર્મીઓ, મિત્રો તથા પરિવારજનોનો પણ આભાર વ્‍યક્‍ત કર્યો છે, જેમણે સમગ્ર પીએચ.ડી. અભ્‍યાસ દરમિયાન પ્રત્‍યક્ષ અને પરોક્ષ રીતે સતત સહયોગ અને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું.

ભારત સરકાર દ્વારા India Semiconductor Mission, Semicon India Programme, Design Linked Incentive (DLI) Scheme, Make in India અને આત્‍મનિર્ભર ભારત જેવા મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમો દ્વારા દેશમાં સેમિકન્‍ડક્‍ટર ઉત્‍પાદન અને ચિપ ડિઝાઇન ઇકોસિસ્‍ટમના વિકાસ માટે વ્‍યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે જ રીતે ગુજરાત સરકાર દ્વારા Gujarat Semiconductor Policy અંતર્ગત રાજ્‍યને સેમિકન્‍ડક્‍ટર ઉત્‍પાદન અને ઇલેક્‍ટ્રોનિક્‍સ મેન્‍યુફેક્‍ચરિંગનું વૈશ્વિક કેન્‍દ્ર બનાવવા માટે સક્રિય પહેલ કરવામાં આવી રહી છે. ધોલેરા સ્‍પેશિયલ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ રિજન (SIR) સહિત રાજ્‍યમાં વિકસતા સેમિકન્‍ડક્‍ટર પ્રોજેક્‍ટ્‍સ આ દિશામાં મહત્‍વપૂર્ણ સીમાચિホરૂપ બની રહ્યા છે.

સંશોધકનું માનવું છે કે તેમનું આ સંશોધન Analog IC Design Automation, VLSI Design, EDA (Electronic Design Automation) અને Semiconductor Chip Design ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપશે. ખાસ કરીને મેટાહ્યુરિસ્‍ટિક આધારિત ઓપ્‍ટિમાઇઝેશન પદ્ધતિઓ દ્વારા એનાલોગ સર્કિટ ડિઝાઇનને વધુ કાર્યક્ષમ, ઝડપી અને ઓટોમેટેડ બનાવવામાં આ સંશોધન ઉપયોગી સાબિત થશે, જે ભારત અને ગુજરાતમાં વિકસતા સેમિકન્‍ડક્‍ટર ઉદ્યોગને સંશોધન અને ટેક્રોલોજી વિકાસના ક્ષેત્રે પ્રેરણા અને ઉપયોગી આધાર પૂરો પાડશે.

આ સિદ્ધિ બદલ શૈક્ષણિક, સંશોધન તથા સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ શ્રી ભરવાડ સુરેશભાઈ લક્ષ્મણભાઈ તેમજ માર્ગદર્શક ડો. પંકજભાઈ પ્રજાપતિને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્‍ય માટે શુભેચ્‍છાઓ વ્‍યક્‍ત કરી છે.

(3:46 PM IST)