News of Wednesday, 27th May 2026
કમોસમી વરસાદની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ કાળઝાળ ગરમી :લોકો અકળાઈ ઉઠ્યા
સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ઉચકાઈને 44 ડિગ્રીએ પહોચી ગયો:અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 43.6 ડિગ્રીએ અટક્યો

અમદાવાદ : ગુજરાતમા કમોસમી વરસાદની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદ કાળઝાળ ગરમીથી ધગધગી ઉઠ્યા છે. રાજ્યમાં સૌથી વધુ ગરમી આજે પણ સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ઉચકાઈને 44 ડિગ્રીએ પહોચી ગયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 43.6 ડિગ્રીએ અટક્યો છે. રાજકોટ શહેરમાં પણ આજે 27મી મેના રોજ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. રાજકોટમાં ગરમીનું પ્રમાણ 43.3 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના હરિયાળા પાટનગર ગાંધીનગરમાં 42.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે તો બનાસકાંઠાના ડીસામા 41. 8 ડિગ્રી ગરમી નોધાઈ છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
