<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર છઠ પૂજાને પગલે મુસાફરોનો ભારે ધસારો: વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની માગ

ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ જવા માટે હજુ પણ હજારો મુસાફરો સ્ટેશન પર લાઈનોમાં ઉભા :છેલ્લા 10 દિવસમાં 28 રેગ્યુલર ટ્રેનો દોડાવાઈ અને અનેક સ્પેશિયલ ટ્રેનો પણ શરૂ કરાઈ

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર છઠ પૂજાને પગલે મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દિવાળી અને છઠ પૂજાના તહેવાર નિમિત્તે પરપ્રાંતિય શ્રમિકો મોટી સંખ્યામાં વતન જવા રવાના થઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડ જવા માટે હજુ પણ હજારો મુસાફરો સ્ટેશન પર લાઈનો લગાવીને ઊભા છે. છેલ્લા 10 દિવસમાં 28 રેગ્યુલર ટ્રેનો દોડાવવામાં આવી છે અને અનેક સ્પેશિયલ ટ્રેનો પણ શરૂ કરાઈ છે. આ દરમિયાન 1.85 લાખ મુસાફરો વતન પહોંચવા રવાના થયા છે. જોકે, ટ્રેનોમાં પૂરતી જગ્યા ન મળતા મુસાફરોમાં નારાજગી છે. કેટલાક મુસાફરો રાતથી જ સ્ટેશન પર બેસી રહેવા મજબૂર બન્યા છે. મુસાફરોએ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની માગ કરી છે.

(12:14 PM IST)