તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
સુરતના નાસીરનગર ડિમોલિશનનો ઘટસ્ફોટ: મ્યુનિ. કમિશનરે આખરે સ્વીકાર્યું મનપાનું સંડોવણી
૨૨ દિવસના રહસ્ય બાદ કમિશનર એમ. નાગરાજનનો મોટો ધડાકો: સેન્ટ્રલ ઝોન દ્વારા જ ડિમોલિશન કરાયું હોવાની સત્તાવાર કબૂલાત

સુરત,: સુરતના ચર્ચિત નાસીરનગર 'ભૂતિયા' ડિમોલિશન મામલે ૨૨ દિવસના મૌન બાદ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને ચોંકાવનારી કબૂલાત કરી છે કે ૩૦ મેના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા જ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. આ નિવેદને પાલિકા પ્રશાસનમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.
કાયદાકીય નિયમ મુજબ કોઈપણ બાંધકામ તોડતા પહેલા નોટિસ આપવી અનિવાર્ય છે, પરંતુ નાસીરનગરના કિસ્સામાં લાઈન દોરી અને ડિમાર્કેશનના બહાને સીધું જ ડિમોલિશન કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપોને હવે મનપા કમિશનરના આ સત્તાવાર નિવેદનથી મોટું બળ મળ્યું છે.
કમિશનર એમ. નાગરાજને વધુમાં જણાવ્યું હતું કે આ કેસ હાલ ગુજરાત હાઈકોર્ટમાં સબ-જ્યુડિસ હોવાથી વધુ વિગતો આપવી ઉચિત નથી, પરંતુ કોર્ટમાં મનપા તમામ કાયદાકીય પ્રક્રિયા રજૂ કરશે અને હાઈકોર્ટના ચુકાદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
હવે આ મામલો સંપૂર્ણપણે હાઈકોર્ટના શરણમાં છે, જ્યાં પીડિત પક્ષે મનપાને પક્ષકાર બનાવીને પિટિશન દાખલ કરી છે. આગામી દિવસોમાં કોર્ટ આ ગેરકાયદેસર ગણાતી કામગીરી મામલે શું વલણ અપનાવે છે અને શું પીડિતોને વળતર મળશે, તે સમગ્ર સુરત માટે ચર્ચાનો વિષય બન્યો છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
