<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

સુરતના કામરેજમાં બે સંતાનોની માતાને લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવા દબાણ ! બ્રેનવોશ કરાયાંનો પતિનો આક્ષેપ: પોલીસ ફરિયાદ

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ પીડિત પરિવારની મુલાકાત લીધી અને પરિવારના સભ્યો સાથે વાતચીત કરી તેમને સાંત્વના પાઠવી

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કરજણ ગામમાં એક હિન્દુ પરિણીત મહિલાને મુસ્લિમ યુવક દ્વારા પ્રેમજાળમાં ફસાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે કામરેજ પોલીસ મથકે લેખિત અરજી કરવામાં આવી છે. આ મહિલા બે સંતાનોની માતા છે અને તેને લાલચ આપી, ફોસલાવીને ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પીડિત મહિલાના પતિએ આક્ષેપ કર્યો છે કે તેની પત્નીનું સંપૂર્ણપણે બ્રેઈન વોશ કરવામાં આવ્યું છે, જેના કારણે હસતું-રમતું પરિવાર વિખેરાઈ ગયું છે. આ મામલે હિન્દુ સંગઠનોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સડયંત્રની જાણ થતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ તાત્કાલિક પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. મંત્રીએ પરિવારના સભ્યો સાથે વાતચીત કરી તેમને સાંત્વના પાઠવી હતી અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા કટિબદ્ધ છે. મંત્રીએ વધુમાં ખુલાસો કર્યો હતો કે આરોપી મુસ્લિમ યુવકે પીડિત મહિલાના પતિને ડરાવવા માટે વકીલ મારફતે ધમકીઓ પણ અપાવી હતી. સરકાર પીડિત પરિવારની પડખે છે અને ન્યાય અપાવવા માટે તમામ પ્રયાસો કરશે તેવી ખાતરી તેમણે આપી હતી

સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ સુરત જિલ્લા પોલીસ વડા સાથે સીધી ચર્ચા કરી છે. તેમણે આ રેકેટમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તેની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને આરોપીઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવા સૂચના આપી છે.  કામરેજ પોલીસ દ્વારા હાલ પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. .

 

 

(11:22 PM IST)