<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

સુરત SOGની મોટી સફળતા: મધ્યપ્રદેશના ચકચારી ‘રાયોટિંગ વિથ મર્ડર’ના 3 ફરાર આરોપીઓ ઝડપ્યા

આરોપીઓ ઓળખ છુપાવી અડાજણ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યા હતા

મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં થયેલી અતિક અહેમદ શેખની હત્યાના કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર ત્રણ આરોપીઓને સુરત એસઓજી (SOG) પોલીસે અડાજણ વિસ્તારમાંથી દબોચી લીધા છે. આ ઘટનાની વિગત મુજબ, રીવા જિલ્લામાં મેળામાં ચાંદલો લગાવવા બાબતે થયેલા કોમ્યુનલ ઝઘડાની અદાવતમાં આરોપીઓએ અતિક પર ઘાતકી હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અતિકનું 27 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી

. પોલીસની ધરપકડથી બચવા માટે આરોપીઓ સુરત ભાગી આવ્યા હતા અને અહીં ઓળખ છુપાવી અડાજણ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પ્રાઈવેટ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે સુરત પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી મધ્યપ્રદેશ પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી છે.

 

(9:51 PM IST)