તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 29th April 2026
સુરત જિલ્લામાં કડોદરામાંથી ગાંજા સાથે સુરત SOG એ એક પકડ્યો:
સુરત SOG એ ₹19,950નો મુદ્દામાલ જપ્ત : અન્ય આરોપી વોન્ટેડ

સુરત જિલ્લામાં કડોદરા વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે સુરત ગ્રામ્ય SOG એ એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹19,950ની કિંમતનો 0.399 કિલોગ્રામ ગાંજો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી ડ્રગ્સ અભિયાન હેઠળ ઝુંબેશ અંતર્ગત કરવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાત ના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાના માર્ગદર્શન હેઠળ SOG પી.આઈ. એલ.ડી. ઓડેદરાની સૂચનાથી ટીમો કાર્યરત હતી. એ.એસ.આઈ. ભૂપેન્દ્રભાઈ અંબિકાપ્રસાદ અને રાજેન્દ્રભાઈ બંસીલાલને મળેલી ચોક્કસ બાતમીના આધારે, કડોદરા ગામની સીમમાં પ્રિયંકા પુલિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે દરોડો પાડી સત્યમકુમાર ઉર્ફે સોનું શ્યામસીંગ (ઉંમર ૨૪) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.
આરોપી પાસેથી 0.399 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹19,950 છે. આ ઉપરાંત, અંગઝડતીમાંથી ₹860 રોકડા, ન્યૂઝ પેપરના ટુકડા અને પ્લાસ્ટિકની થેલીઓ સહિત કુલ ₹20,810 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી છેલ્લા એક મહિનાથી કડોદરા વિસ્તારમાં છૂટક ગાંજો વેચી રહ્યો હતો. તે ન્યૂઝ પેપરના ટુકડામાં ગાંજાની પડીકીઓ બનાવી ગ્રાહકોને વેચતો હતો.
પૂછપરછ દરમિયાન, આરોપીએ જણાવ્યું કે તેને આ ગાંજાનો જથ્થો તેના મિત્ર હર્ષ દીપક સીંગ (રહે. કડોદરા, બ્લોસમ પાર્ક) પાસેથી મળ્યો હતો. પોલીસે હર્ષ સીંગને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
(6:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
