તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Sunday, 19th July 2026
સુરત રેલવે પોલીસે ઉધના સ્ટેશન પરથી 2.990 કિલોગ્રામ ગાંજા સાથે મિથલેશ બિંદુ ઝડપાયો :1.49 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસ દ્વારા તેની પાસે રહેલા સામાનની તલાશી લેવામાં આવતા તેમાંથી ગેરકાયદે માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો

સુરત રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઉધના રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ અને શંકાસ્પદ લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ટેશન પરિસરમાંથી એક શંકાસ્પદ ઈસમ પોલીસની નજરે ચડ્યો હતો. તેની તપાસ કરતા પોલીસને મોટી સફળતા મળી હતી.
સુરત રેલવે પોલીસે બાતમીના આધારે મિથલેશ બિંદુ નામના ઈસમને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા તેની પાસે રહેલા સામાનની તલાશી લેવામાં આવતા તેમાંથી ગેરકાયદે માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી કુલ 2.990 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા 1,49,500 થવા જાય છે.
નશાના આ કાળા કારોબારનો પર્દાફાશ કરીને પોલીસે તમામ મુદ્દામાલ કબજે લીધો છે. સુરત રેલવે પોલીસે પકડાયેલા આરોપી મિથલેશ બિંદુ વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આ નશાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
