<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

સુરત પોલીસ કમિશનર વાંબાગ જમીર, એડી. સીપી મહેન્દ્ર ભગડીયા અને ડીસીપી રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ સચીન GIDC પોલીસે ઘૃણાસ્પદ ગુનાના કહેવાતા આરોપી વકીલને ગણતરીના કલાકોમાં દબોચ્યો

પોતાના જ અસીલની ૧૩ વર્ષની સગીરાને નોકરીની લાલચ આપી અને અગાઉના કેસમાં નુકસાન કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજારનાર ડીંડોલીના કહેવાતા આરોપીની ધરપકડ કરતી પીઆઈ કુલદીપસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળની સચીન GIDC પોલીસ ટીમ

રાજકોટ : માસૂમોના પ્રશ્નોને પ્રાથમિકતા આપવા માટે કટિબદ્ધ સુરત શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફના સંગમે વધુ એક સફળતા મેળવી છે. સુરત શહેરના પોલીસ કમિશનર વાંબાગ જમીર, અધિક પોલીસ કમિશનર (સેક્ટર-૨) મહેન્દ્ર ભગડીયા, નાયબ પોલીસ કમિશનર (ઝોન-૬) રાજેશ પરમાર તેમજ મદદનીશ પોલીસ કમિશનર ("જે" ડિવિઝન) સાહેબોની કડક સૂચના અને માર્ગદર્શન હેઠળ સચીન GIDC પોલીસે એક શર્મજનક ગુનાનો પર્દાફાશ કર્યો છે. પોતાના જ અસીલની ૧૩ વર્ષની માસૂમ સગીર બાળકી પર ધમકાવીને દુષ્કર્મ ગુજારવાના કેસમાં સંડોવાયેલા વકીલાતનો ધંધો કરતા કહેવાતા આરોપી વકીલ પ્રણયરાજ ગોવિંદભાઇ રણવીરને પોલીસે ગણતરીના કલાકોમાં હ્યુમન સોર્સીસના આધારે ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

 

કેસની વિગત અને ગંભીર પૃષ્ઠભૂમિ:

આ ચકચારી કેસની વિગત એવી છે કે ફરિયાદીની દીકરી (ઉંમર વર્ષ ૧૨ અને ૦૮ માસ) નું અગાઉ તારીખ ૧૯/૦૯/૨૦૨૫ ના રોજ અપહરણ થયું હતું, જે અંગે સચીન GIDC પોલીસ સ્ટેશનમાં તારીખ ૨૨/૦૯/૨૦૨૫ ના રોજ એ-પાર્ટ ગુના રજિસ્ટર નંબર ૩૦૯૮/૨૦૨૫ થી ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ સાથે સગીરા તારીખ ૨૩/૧૧/૨૦૨૫ ના રોજ મળી આવી હતી. આ કોર્ટ કેસમાં ફરિયાદી તરફથી કોર્ટમાં કેસ લડવા માટે કહેવાતા આરોપી વકીલ પ્રણયરાજ ગોવિંદભાઇ રણવીર (ઉંમર વર્ષ ૪૩, રહેવાસી: ઘર નંબર-૪૨, વેદાંત વિલા, ઉમિયા ચોક, ડીંડોલી, સુરત, મૂળ વતન: ગામ રનોડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ) ને રોકવામાં આવ્યા હતા.

 

નોકરીની લાલચ અને ધમકી આપી આચરાયું નરાધમ કૃત્ય:

કેસ લડવાના બહાને આ કહેવાતા આરોપી વકીલે હાલ ૧૩ વર્ષ અને ૦૬ માસની ઉંમર ધરાવતી સગીર બાળકીને પોતાના ઘરે ઘરકામની નોકરી આપવાની લાલચ આપી હતી. આ ઉપરાંત, અગાઉના કોર્ટ કેસમાં મોટું નુકસાન કરાવી દેવાની ધમકી આપીને સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેને ડરાવી-ધમકાવી, માર મારી, કપડાં ઉતારીને જબરજસ્તીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરી મુખ મૈથુન કરાવ્યું હતું. આ અત્યાચાર અંગે બાળકીના પિતાજી દ્વારા સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તારીખ ૧૩/૦૭/૨૦૨૬ ના રોજ કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

 

પોલીસની ત્વરિત કાર્યવાહી અને ગુનાહિત ઇતિહાસ:

આ ગંભીર ગુનાની વિગતો જોતા સચીન GIDC પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુના રજિસ્ટર નંબર ૧૧૨૧૦૦૦૨૨૬૨૩૯૩/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૬૪(૨)(જે), ૬૫(૧), ૯૫, ૧૧૫(૨), ૩૫૧(૨) તથા પોક્સો (POCSO) એક્ટ ૨૦૧૨ ની કલમ ૪, ૬, ૮, ૧૦ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. પીઆઈ કે.એ.ગોહિલ (કુલદીપસિંહ ગોહિલ) તથા પીઆઈ કે.એ.ચૌહણના નેતૃત્વ અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એચ.આર.પટેલની ટીમ દ્વારા ત્વરિત ચક્રો ગતિમાન કરાયા હતા. જેમાં હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ અમૃતભાઈ (બકલ નંબર ૬૬૩), ભરતસિંહ અમરસિંહ (બકલ નંબર ૯४૬) અને પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ ધીરૂભા (બકલ નંબર ૨૬૯૮) એ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કહેવાતા આરોપીને દબોચી લીધો હતો.

 

પકડાયેલા કહેવાતા આરોપી વકીલ પ્રણયરાજ ગોવિંદભાઇ રણવીરનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ ખૂબ મોટો છે:

૧. અમદાવાદ બાવળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો (૨૦૧૬).

૨. અમદાવાદ બાવળા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૨૩, ૪૯૮(ક), ૫૦૬(૨), ૧૧૪ તથા દહેજ પ્રતિબંધક ધારા હેઠળનો ગુનો (૨૦૧૬).

૩. સુરત ગ્રામ્ય ઓલપાડ પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૨૬૯, ૧૮૮ હેઠળ ગુનો (૨૦૨૨).

૪. ડીંડોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ ૬૬(૧)બી અને એમ.વી. એક્ટ ૧૮૫ હેઠળનો ગુનો (૨૦૨૩).

૫. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ ૧૧૫(૨), ૩૨૪, ૨૯૬(બી), ૩૫૧(૨) તેમજ પ્રોહિબિશન અને એમ.વી. એક્ટ હેઠળ ગુનો (૨૦૨૫).

૬. અમદાવાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૪牢, ૧૮૬, ૩૩૨, ૩૫૩, પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અને જી.પી. એક્ટ હેઠળનો ગુનો (૨૦૧૮).

 

આમ, અનેક ગુનાઓમાં સંડોવાયેલા આ કહેવાતા આરોપી વકીલને સચીન GIDC પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન અને ટીમ વર્ક દ્વારા ગણતરીના કલાકોમાં પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરી બતાવી છે.

(5:08 PM IST)