<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

ખાડીપુર સમસ્યા મુદ્દે સુરત પાલિકા કચેરીએ વેપારીઓનો મોરચો: બે વર્ષના વેરા માફીની માગ

છેલ્લા સાત વર્ષથી મુશ્કેલી ભોગવી રહ્યા હોવાનો ઉલ્લેખ કરતાં વેપારીઓએ અગાઉ મળેલા આશ્વાસનો યાદ અપાવ્યા

સુરતના લિંબાયત સ્થિત એસ.કે. નગર ઈન્ડસ્ટ્રીઝના વેપારીઓએ ખાડીપુર સમસ્યાને લઈને પાલિકા કચેરીએ મોરચો કાઢ્યો હતો. અસરગ્રસ્ત વેપારીઓએ સુરત મેયરને મળી બે વર્ષના વેરા માફી અને સમસ્યાના કાયમી ઉકેલની માગ સાથે લેખિત આવેદન આપ્યું. છેલ્લા સાત વર્ષથી મુશ્કેલી ભોગવી રહ્યા હોવાનો ઉલ્લેખ કરતાં વેપારીઓએ અગાઉ મળેલા આશ્વાસનો યાદ અપાવ્યા હતા. મેયરે રજૂઆત આગળ ધપાવવાની ખાતરી આપી છે

 

(11:05 PM IST)