<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

સુરત મનપાનો મોટો અને મહત્વનો નિર્ણય! ખાડીપૂર અને આફતના વરસાદ વચ્ચે 26 જુલાઈએ યોજાનારી ભરતી પરીક્ષાઓ મોકૂફ

ઉમેદવારોની સુરક્ષા અને વાહનવ્યવહારની મુશ્કેલીઓને ધ્યાને રાખી લેબ ટેક્નિશિયન અને ક્લાર્કની લેખિત પરીક્ષા મુલતવી, નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે

સુરત : દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનરાધાર વરસી રહેલા આફતના વરસાદ અને ખાડીપૂરની ગંભીર સ્થિતિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ચોતરફ ભરાયેલા પાણી અને વાહનવ્યવહારને પડેલી માઠી અસર વચ્ચે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે, 26 જુલાઈના રોજ યોજાનારી ભરતી પરીક્ષાઓ હાલ પૂરતી મુલતવી રાખવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે.
મનપા દ્વારા 26 જુલાઈ 2026ના રોજ લેબોરેટરી ટેક્નિશિયન અને ત્રીજી શ્રેણી ક્લાર્ક (ઓડિટ) ની જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ અને ખાડીઓના ઉભરાતા પાણીને કારણે બહારથી આવતા તેમજ સ્થાનિક ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવું અત્યંત જોખમી અને મુશ્કેલ બની જાય તેમ હતું.
ઉમેદવારોને ભારે વરસાદી માહોલમાં પડનારી ભારે હાલાકી ટાળવા અને તેમની સલામતીને પ્રાથમિકતા આપવાના હેતુથી પાલિકા તંત્ર દ્વારા આ પરીક્ષાઓ પાછી ઠેલવવામાં આવી છે. SMC દ્વારા જણાવવામાં આવ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થયા બાદ આ બંને પરીક્ષાઓ માટેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
જેથી તમામ પરીક્ષાર્થીઓને નવી તારીખો અને અન્ય જરૂરી વિગતો માટે સુરત મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઈટ પર નજર રાખવા વિનંતી કરવામાં આવી છે.

(6:42 PM IST)