તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
સુરત પાલિકા દ્વારા તમામ ઝોનમાં કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત: ડીવોટરિંગ પંપ, જેસીબી, ટ્રેક્ટર, બોટ, ફાયર બ્રિગેડની ટીમો અને અન્ય બચાવ સાધનોને સ્ટેન્ડબાય રખાયા
વહીવટી તંત્રે નાગરિકોને અતિઆવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ, નાળા અને ખાડીઓની નજીક જવાનું ટાળવા તેમજ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી

સુરત પાલિકા દ્વારા તમામ ઝોનમાં કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. ડીવોટરિંગ પંપ, જેસીબી, ટ્રેક્ટર, બોટ, ફાયર બ્રિગેડની ટીમો અને અન્ય બચાવ સાધનોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. જરૂરી પડે તો અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરીને તેમને રાહત કેન્દ્રોમાં ખસેડવાની પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે. વહીવટી તંત્રે નાગરિકોને અતિઆવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ, નાળા અને ખાડીઓની નજીક જવાનું ટાળવા તેમજ અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આગામી 24થી 48 કલાક સુરત માટે અત્યંત મહત્ત્વના માનવામાં આવી રહ્યા હોવાથી સમગ્ર તંત્ર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા યુદ્ધના ધોરણે તૈયાર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
(12:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
