તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Monday, 6th July 2026
સુરતમાં અનરાધાર વરસાદથી જળબંબાકાર : મેયર એક્શન મોડમાં:ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી :વરસાદી પાણીના નિકાલ માટે આપ્યા આદેશ
સીસીટીવી (CCTV) કેમેરાના માધ્યમથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં થયેલા જલભરાવની પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવ્યો

સુરત શહેરમાં વરસેલા અતિભારે વરસાદના કારણે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, જેને પગલે સુરતના મેયર માયા માવાણી તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મેયરે રૂબરૂ ફ્લડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને ત્યાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરાના માધ્યમથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં થયેલા જલભરાવની પરિસ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવ્યો હતો. કંટ્રોલ રૂમમાંથી જ પરિસ્થિતિ પર સીધી નજર રાખવાની સાથે તેમણે હાજર વરિષ્ઠ અધિકારીઓને જરાય સમય બગાડ્યા વિના પ્રભાવિત વિસ્તારોમાંથી તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે કડક સૂચનાઓ આપી છે. આ આકાશી આફત સામે નાગરિકોને વહેલી તકે રાહત મળી રહે તે હેતુથી મેયરે તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાધીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા માટે આદેશ આપી દીધા છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
