તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
સુરત જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરતના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ:નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન
15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશની સાથે સુરત શહેરમાં પણ 80મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી

આજે 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશની સાથે સુરત શહેરમાં પણ 80મા સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત જિલ્લા કક્ષાની આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુરતના ઉમરા પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ હતી, જ્યાં રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વિશેષ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
ઉમરા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ રાષ્ટ્રીય મહોત્સવમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને ત્રિરંગાને ભવ્ય સલામી આપવામાં આવી હતી. આ અવસરે સુરત જિલ્લા કલેકટર, પોલીસ કમિશનર તેમજ શહેરના અનેક અગ્રણીઓ, નામી-અનામી મહાનુભાવો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આકર્ષક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્લાન્ટૂન દ્વારા શિસ્તબદ્ધ પરેડ પ્રસ્તુત કરવામાં આવી હતી જેણે ઉપસ્થિત સૌ કોઈનું મન મોહી લીધું હતું.
આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાણામંત્રી કનુ દેસાઈએ પ્રજાજોગ સંદેશ આપતા રાજ્યના અને સુરતના તમામ નાગરિકોને 80મા સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. દેશની આઝાદી અને વિકાસના આ પવિત્ર અવસર પર નાણામંત્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ અને ભવ્ય આયોજનમાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાઈને દેશભક્તિના રંગમાં રંગાયા હતા.
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
