<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

સુરત સાયબર ક્રાઇમ સેલે RTO ઈ-ચલણના નામે લોકો સાથે સાયબર ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો :ઉજ્જૈનથી બે આરોપીઓની ધરપકડ

આરોપીઓ ઈ-ચલણની APK ફાઇલ મોકલી ફરિયાદીનો મોબાઇલ હેક કરીને બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા:એક ફરિયાદીના ફોનને હેક કરીને ₹3 લાખથી વધુની ઉઠાંતરી કરી

સુરત સાયબર ક્રાઇમ સેલે RTO ઈ-ચલણના નામે લોકો સાથે સાયબર ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ કરીને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ઈ-ચલણની APK ફાઇલ મોકલી ફરિયાદીનો મોબાઇલ હેક કરતા અને ત્યારબાદ બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી લેતા હતા. એક ફરિયાદીના ફોનને હેક કરીને ₹3 લાખથી વધુની ઉઠાંતરી કરવામાં આવી હતી. 

 તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ 26 જાન્યુઆરીથી 25 મે દરમિયાન આ કાવતરું આચર્યું હતું અને ગુનામાં ઉપયોગ માટે યુકો બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું. આ ખાતામાંથી ₹7 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. NCCRP પોર્ટલ પર આ બેંક ખાતા સામે બિહારમાં બે ફરિયાદ નોંધાયેલી હોવાનું પણ ખુલ્યું છે, જ્યારે બિહારમાં ₹70 હજારની સાયબર ઠગાઈમાં પણ આ જ ટોળકીની સંડોવણી સામે આવી છે. હાલ સાયબર ક્રાઇમ સેલે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે  

(1:18 PM IST)