<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

સુરત સાયબર સેલને મોટી સફળતા : ₹64.38 કરોડના APK ફ્રોડ કૌભાંડમાં કાનપુરથી એક યુવક ઝડપાયો

આરોપીએ PNB One, RTO અને KYCના નામે 121 ફેક APK ફાઇલો તૈયાર કરી વોટ્સએપ મારફતે લોકોના મોબાઇલ હેક કર્યા

સુરત સાયબર સેલને ₹64.38 કરોડના વિશાળ APK સાયબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે કાનપુરથી 18 વર્ષીય રોહિત શાક્યની ધરપકડ કરી છે, જે ઝારખંડની સાયબર ગેંગ માટે નકલી APK ફાઇલો બનાવતો હતો.

આરોપીએ PNB One, RTO અને KYCના નામે 121 ફેક APK ફાઇલો તૈયાર કરી વોટ્સએપ મારફતે લોકોના મોબાઇલ હેક કર્યા હતા. તપાસમાં 21,672 મોબાઇલમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ હોવાનું અને 2,928 મોબાઇલ હેક કરીને કરોડોની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. સુરતના વેપારી સાથે થયેલી ₹5 લાખની ઠગાઈનો ભેદ ઉકેલાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:42 PM IST)