<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

યુનુસના ડ્રગ્‍સ વેચાણના ઓરતા પર સુરત ક્રાઇમ બ્રાન્‍ચની જાગૃત ટીમે પાણી ફેરવી દીધું...

No ડ્રગ્‍સ ઈન સુરત, પોલીસ કમિશનર વાંબાગ જમીર, એડી.સીપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજિંયાના નેતૃત્‍વ હેઠળની ટીમના PI એસ એન. પરમાર સ્‍ટાફ એસીપી કિરણ મોદીના સંકલનમાં આદુ ખાઈ પાછળ પડી છે... : No ડ્રગ્‍સનો જથ્‍થો જપ્તઃ ડ્રગ્‍સના મુળ સુધી પહોંચવા કવાયત શરૂ

રાજકોટ તા.૨૨:  "NO DRUGS IN SURAT" અભિયાન અંતર્ગત એસીપી કિરણ મોદીના સંકલનમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વ હેઠળની ટીમના એસ. એન. પરમાર અને સ્‍ટાફને વધુ એક સફળતા મળી છે.

સુરત શહેર ક્રાઇમ બ્રાન્‍ચની ટીમને તાજેતરમાં બાતમી મળી હતી કે પુણા ગામ વિસ્‍તારના ખાડી રોડ પર એક ઇસમ MD ડ્રગ્‍સનો જથ્‍થો લઈને આવવાનો છે. બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી યુનુસ ઉર્ફે યુનુસ બાણને ઝડપી પાડવામાં આવ્‍યો. તેના કબ્‍જામાંથી ૬૪.૫૩ ગ્રામ MD ડ્રગ્‍સ, રોકડા રૂ.૩,૦૦૦/-, ૨ મોબાઇલ અને આધારકાર્ડ મળી આવ્‍યા હતા. કુલ રૂ.૨,૩૭,૪૬૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવ્‍યો. પૂછપરછમાં આરોપીએ જણાવ્‍યું કે તે સરથાણા જકાતનાકાથી ડ્રગ્‍સ લાવી સુરતમાં છૂટકમાં વેચતો હતો. તેની સામે ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં NDPS એક્‍ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીનો ૨૦૧૭માં લીંબાયતમાં ખૂનનો ગુનાહિત ઇતિહાસ પણ છે

(3:07 PM IST)