<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

સુરત ક્રાઇમ બ્રાન્‍ચનું મધ્‍યપ્રદેશમાં વિશેષ ઓપરેશનઃ ૩૦ વર્ષથી વોન્‍ટેડ આરીપીને ઉપાડી લીધો

ઇન્‍ચાર્જ સીપી વાંબાગ જમીર, એડી સીપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્‍વમાંઅને એસીપી કિરણ મોદીના સંકલનમાં હિતેશ ગઢવી અને આર્મડસ્‍કોડ સ્‍ટાફે મોટી સિદ્ધિ મેળવી

રાજકોટ તા.૨૪:  સુરત ક્રાઇમ બ્રાન્‍ચ પોતાના જ રેકોર્ડ તોડતી હોય તેવી અદભુત કામગીરીમાં વધૂ એક સિદ્ધિ મેળવી છે, ઇન્‍ચાર્જ પોંલિસ કમિશનર વાંબાગ જમીર અને ક્રાઇમ બ્રાન્‍ચ વડા કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શનમાં અને આંતરરાષ્‍ટ્રીય નેટ વર્ક ધરાવતા ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્‍વ નીચેની ટીમના પોલિસ ઇન્‍સ્‍પેકટર હિતેશ ગઢવી અને સ્‍ટાફ દ્રારા એસીપી કિરણ મોદીના ૩૦ વર્ષથી વોન્‍ટેડ આરોપીને મધ્‍ય પ્રદેશમાંથી એક વિશેષ ઓપરેશનમાં ઝડપી લીધેલ છે.

દરમ્‍યાન ક્રાઇમબ્રાંચના આર્મ્‍સ સ્‍કોડના પોલીસ માણસોને આધારભુત બાતમી હકીકત મળેલ કે, ‘‘મહિધરપુરા પો.સ્‍ટે. ગુ.ર.નં. -૧૩૪/૧૯૯૭ આર્મ્‍સ એકટ સને-૧૯૫૯ ની કલમ ૨૫(1-c) તથા ઇ.પી.કો કલમ ૩૯૪,૩૯૭ બી.પી.એક્‍ટ સને ૧૯૫૧ની કલમ ૧૩૫ મુજબના ગુનામાં સંડોવાયેલ વોન્‍ટેડ આરોપી જયનારાયણ ઉર્ફે ધરમરાજસિંહ રાજપુત નામનો ઇસમ હાલમાં મધ્‍યપ્રદેશ પોસરા ખાતે રહે છે'' જે હકીકતને આધારે ક્રાઇમબ્રાંચની ટીમ મધ્‍યપ્રદેશ પહોંચી હ્યુમન ઇન્‍ટેલીજન્‍સના આધારે ગુપ્ત ઓપરેશન હાથ ધરી પોતાના ગામ. તરસમા, કોથરકલા તા.પોરસા જી.મુરેના(મધ્‍યપ્રદેશ) ખાતેથી આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.

ઉપરોક્‍ત ગુનાના કામે હકીકત એવી રીતેની છે કે મજકુર આરોપીઓ મહેશ, ધુરંદન, અને ગુહુ ભદોરીયા સાથે મળી મહિધરપુરા હિરાબજાર ખાતેથી રૂ.૧,૫૦,૦૦૦/- ની લુંટ કરી નાસી ગયેલ જેને ગામ. તરસમા, કોથરકલા તા.પોરસા જી.મુરેના(મધ્‍યપ્રદેશ) ખાતેથી પકડી પાડેલ છે.

આમ, ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા મહિધરપુરા પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ લુંટ તથા આમર્સ એક્‍ટના ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા ૩૦ વર્ષથી નાસતા-ફરતો હોય જેઓને ઝડપી પાડી આરોપીનો કબ્‍જો મહિધરપુરા પોલીસને સોંપેલ છે.

(10:55 AM IST)