<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

સુરત ક્રાઇમ બ્રાન્‍ચનું દિલ્‍હીમાં સિક્રેટ ઓપરેશનઃ ૨૮ વર્ષથી વોન્‍ટેડ આરોપી ઝબ્‍બે

પો.કમિશનરશ્રી વાંબાગ જમીર, એડી.પો.કમિશનરશ્રી કરણરાજ વાઘેલાના પો.કમિશનરશ્રી ભાવેશ રોજિયાના નેતળત્‍વ હેઠળની ટીમના PI હિતેશ ગઢવી અને સ્‍ટાફને ACP કિરણ મોદીના સંકલનમાં વધુ એક સિદ્ધિ

રાજકોટ, તા.૧૮: પો.કમિશનરશ્રી, સુરત શહેર તથા એડી.પો.કમિશનરશ્રી, ક્રાઇમ નાઓએ લાંબા અરસાથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય તેવા ગુનેગારોને ઝડપી જેલ હવાલે કરવા આપેલ આદેશ અન્‍વયે ના.પો.કમિશનરશ્રી, ક્રાઇમ તથા મદનીશ પોલીસ કમિશનરશ્રી, ક્રાઇમ નાઓની સૂચના અને પો.ઇન્‍સ્‍પે. ડી.સી.બી.પો.સ્‍ટે. નાઓના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પો.સ્‍ટે.ના પો.અમિ./કર્મચારીઓ વર્ક આઉટમાં હતા.

દરમ્‍યાન ક્રાઇમ બ્રાન્‍ચના આર્મસ્‍ટ સ્‍કોડના પોલીસ માણસોને આધારભૂત બાતમી હકીકત મળેલ કે, પ્રસને-૧૯૯૮ના વર્ષમાં ઉધના પોલીસ સ્‍ટેશનમાં ગુ.ર.નંબર-૧૭૧/૧૯૯૮ ઇ.પી.કો. કલમ-૩૮૧ મુજબના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી લાલસીંગ તુલારામ નીસાદ ઉ.વ. ૪૩ રહે. મુળ ગામ જોરા તા.જી.ઐરૈયા (ઉત્તર પ્રદેશ) નામનો ઇસમ પોતાની ધરપકડ ટાળવા સારૂ હાલ દિલ્‍હી ખાતે છુપાઇને રહે છે જે હકીકતને આધારે ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ દિલ્‍હી પહોંચી ૩ દિવસનું ગુપ્ત ઓપરેશન હાથ ધરી દિલ્‍હીથી આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે.

સદરહુ આરોપી વિરૂધ્‍ધ કલમ-૭૦ મુજબનું વોરંટ ઇશ્‍યુ થયેલ હતું

 

(2:07 PM IST)