News of Saturday, 15th August 2026
સુરત ક્રાઈમ બ્રાન્ચે 31 વર્ષ જૂના મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી સંતરામસિંગ ઉર્ફે રામદેવરસિંગ યાદવની ધરપકડ કરી
મૂળ બિહારનો આરોપી વર્ષ 1995માં ફરિયાદી પર હુમલો કર્યા બાદ ફરાર થયો હતો :પોલીસથી બચવા માટે તે સતત પોતાના ઠેકાણા બદલતો રહેતો: છેલ્લા ત્રણ વર્ષથી તે નવી મુંબઈમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો

સુરત ક્રાઈમ બ્રાન્ચે 31 વર્ષ જૂના મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી સંતરામસિંગ ઉર્ફે રામદેવરસિંગ યાદવની ધરપકડ કરી છે. મૂળ બિહારનો આરોપી વર્ષ 1995માં ફરિયાદી પર હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસથી બચવા માટે તે સતત પોતાના ઠેકાણા બદલતો રહેતો હતો. છેલ્લા ત્રણ વર્ષથી તે નવી મુંબઈમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી અંગે મળેલી બાતમીના આધારે ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે નવી મુંબઈમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે વર્ષો જૂના ગુનાની વધુ તપાસ હાથ ધરી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
