તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
૪૮ કલાક સુધી સુરત ક્રાઈમ બ્રાન્ચ આંખનું મટકું માર્યા વગર ગુજરાતથી
મધ્યપ્રદેશ સુધી દોડી અને માસૂમ ગરીબ બાળકી શેતાની પંજામાંથી ઉગારી ગઈ


મૂળ સૌરાષ્ટ્રની સુરત મજૂરી કરવા ગયેલ મહિલાની સાડા ત્રણ વર્ષની બાળકીનું અપહરણ થયાની જાણ થતા સીપીથી PC સુધી સહુ એક્ટિવ બનેલ : ઘટનાની જાણ થતા અનુપમસિંહ ગેહલોત દ્વારા એડી.સીપી કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં અનુભવી ડીસીપી ભાવેશ રોજિયાને જાણ કરતા ટેકનિકલ સહિત ૭૦ લોકોને અધિકારીઓના સુપરવિઝનમાં મુકામ સૂચી પહોંચી ગયેલ : પોલીસ ઇન્સ્પેક્ટર જે જી પટેલ, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર હિલ્પા સિંધુ અને જીતેન્દ્ર ગોસ્વામી રેલવે મથકો સુધી સીસીટીવી ખંગોળ્યા
રાજકોટ તા.૨૪: પોલીસ ધારે તો શું ન કરી શકે તેનું વધુ એક માનવીય અભિગમ સાથેનું ઉત્કળષ્ટ ઉદાહરણ સુરત ક્રાઈમ બ્રાન્ચના ૭૦ થી વધુ સ્ટાફે પૂરું પાડ્યું છે. દ્વારકા પંથકની એક મહિલા પારિવારિક કલેશથી વરાછા કાપોદ્રા વિસ્તારમાં મજૂરી કામ કરી રાતે સૂતી હતી, અચાનક તેની આંખ ખુલતા સાડા ત્રણ વર્ષની બાળકી ગુમ થયાનું જણાતા તુર્ત સ્થાનિક પોલીસનો કોન્ટેક્ટ કર્યો, દરમિયાન પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને આ બાબતે જાણ થતા તેઓએ ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર કરણ રાજ વાઘેલાના માર્ગદર્શનમાં આવા અનેક બનાવોમાં પોતાની આગવી સૂઝ બુઝથી ઝડપી પરિણામ લાવેલા ડીસીપી ભાવેશ રોજીયાને આ કેસ સુપ્રત કર્યો. ડીસીપી ભાવેશ રોજિયા દ્વારા તુરંત આખી ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ ટીમો રાતોરાત આંખનું મટકું માર્યા વગર ૪૮ કલાક કલાક કામે લગાડી, પોલીસ ઇન્સ્પેક્ટર જે જી પટેલ, મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સંધુ સાથે જીતેન્દ્ર ગોસ્વામીને અલગ દૂધમાં ક્રાઈમ બ્રાન્ચના psi અલગ અલગ દિશામાં તપાસ આદરી. સુરત ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયા દ્વારા રેલવે પોલીસ, CRPF વિગેરેને જાણ કરી, એક શખ્સ બાળકી સાથે નજરે ચઢયો પોલીસે એ સમયની ટ્રેનો વિગેરેમાં તપાસ આદરી.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ psi એન ટી. દેસાણીએ અથાગ જહેમત દ્વારા ઇન્દોર સુધી પગેરું મેળવ્યું, આર.પી.એફ. જી.આર.પી.એફ. રેલવે પોલીસ સાથે વાતચીત કરી રેલવે સ્ટેશનો ચેક કરવા માટે સુરત ક્રાઈમબ્રાંચ દ્વારા અલગ અલગ ૭૦ માણસોની કૂલ ૫ ટીમ બનાવવામાં આવેલ.જેમાં ટીમ દીઠ બે-બે રેલવે સ્ટેશન કવર કરવામાં આવેલ જેમા પી.એસ.આઈ. એન.ટી.દેશાણી નાઓએ ખાતરી કરતા રતલામ રેલ્વે સ્ટેશન ઉપર બહારના સી.સી.ટીવી ચેક કરતા સદર ઈસમ બાળકી સાથે રેલવે સ્ટેશનની બહાર નિકળી પેસેન્જર ટેમ્પોમાં બેસતો નજરે પડેલ, ત્યાંથી આગળ ૫-૧૦ કી.મી. જઈ એક બસમાં બેસેલ જે બસને પોલીસ દ્વારા આઈડેન્ટીફાઈ કરી તેના ડ્રાઈવરને પુછપરછ કરતા સદર ઈસમ બાળકી સાથે રતલામ થી ૫૦ કી.મી દૂર આવેલ બાજના બસ સ્ટેશન ખાતે ઉતરેલ હોવાનુ જણાવેલ, જેથી વહેલી સવારે પાંચ વાગ્યે બાજના ગામ પહોચી સી.સી.ટીવી ન હોય લોકોની પુછપરછ કરતા હતા ત્યારે એક શાકભાજી વેચાણ કરતા જાગળત મહિલા એ જણાવેલ કે ગઇકાલે એક અજાણ્યો ઈસમ બાળકીને સાથે લાવી અત્રે મુકીને જતો રહેલ તે અંગે લોકલ પોલીસમાં જાણ કરેલ જેથી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા આ બાબતે ખાતરી કરતા જે બાળકી સુરતથી અપહરણ થયેલ છે તે હોવાનુ જણાયેલ, જે બાળકીને મેળવી આજરોજ અત્રે લાવવામાં આવેલ છે. અને અન્ય ટીમો દ્વારા હાલ અપહરણકર્તા આરોપીની તપાસ તજવીજ ચાલુછે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
