<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

સુરતમાં મોડીરાત્રે રાત્રે 11.30 કલાકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જિલ્લા અને શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક

પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અને અસરગ્રસ્ત લોકો માટે કેસડોલ અને નુકશાની પેકેજ સહિતના મુદ્દાઓ પર બારીક ચર્ચા

સુરત કલેક્ટર કચેરી ખાતે આજે રાત્રે 11.30 કલાકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સુરત જિલ્લા અને શહેરના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી 

 પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્વચ્છતા અને અસરગ્રસ્ત લોકો માટે કેસડોલ અને નુકશાની પેકેજ સહિતના મુદ્દાઓ પર બારીક ચર્ચા કરીને નાયબ મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા  નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને વરસાદી પાણીના ઝડપથી નિકાલ, સફાઈ કામગીરી, વીજ પુરવઠાની સુચારુ વ્યવસ્થા તેમજ આરોગ્ય અને સ્વચ્છતા અંગે વિશેષ તકેદારી રાખવા સૂચના આપી હતી. 

(12:46 AM IST)