<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

જૂનાગઢ રેન્‍જના ૫૦ લાખના સાયબર ફ્રોડનો ૨ વર્ષથી વોન્‍ટેડ આરોપી સુરત ક્રાઇમ બ્રાન્‍ચે રાતોરાત ઉઠાવી લીધો

દેશ છોડી સાઉદી, થાઈલેન્‍ડ, દુબઈમાં છુપાયેલો આરોપી ઇન્‍ટરનેશનલ નેટવર્કથી પણ બચી ન શકયો : સુરત પોલીસ કમિશનર વાંબાગ જમીર અને એડિશનલ પોલિસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતૃત્‍વ હેઠળની ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ. એન. પરમાર અને સ્‍ટાફને મોટી સફળતા

રાજકોટ, તા.૨૭: સુરત પોલીસ કમિશનર વાંબાગ જમીર અને એડિશનલ પોલિસ કમિ‘ર કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્‍વ હેઠળની ટીમના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ. એન. પરમાર અને સ્‍ટાફને જુનાગઢ રેન્‍જમાં ૫૦ લાખના સાયબર ફ્રોડના બે વર્ષથી વોન્‍ટેડ આરોપી પકડવામાં સુરત ઇનામહુસેન કટપીસવાલાને ઝડપી લેવામાં સફળતા મળી છે.

પોલીસે આપેલી માહિતી મુજબ આરોપીઓ ટેલિગ્રામ અને અન્‍ય સોશિયલ મીડિયા પર ‘દુર્ગા સુરી' અને ‘સોમ્‍યા' જેવા ફેક આઈડી બનાવીને લોકોનો સંપર્ક કરતા હતા. ઘરબેઠા સરળ કામ કરીને મોટી કમાણીની પાર્ટ-ટાઈમ જોબની આકર્ષક ઓફર આપવામાં આવતી હતી.

ભોગ બનનાર તૈયાર થાય એટલે તેને વિશ્વાસમાં લેવા માટે ટેલિગ્રામ પર અજાણી લિંક મોકલી ‘હાર્વેસ્‍ટ એપ્‍લાયન્‍સ કો ૫૦૮૦૩' નામના નકલી ટેલિગ્રામ ગ્રુપમાં જોડવામાં આવતો હતો. જ્‍યાં રોકાણની ખોટી વિગતો અને અન્‍ય સભ્‍યોના નકલી પ્રોફિટના સ્‍ક્રીનશોટ બતાવી લાલચ આપવામાં આવતી હતી.

શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી ગુનાહિત માનસ ધરાવતા ફાયનાન્‍સિયલ એડવાઈઝર દ્વારા પ્રોફિટ પેટે થોડી રકમ ય્‍ફૂશ્‍યઁફુ જમા કરાવી ભોગ બનનારનો પૂરેપૂરો વિશ્વાસ જીતી લેવામાં આવતો હતો. ત્‍યારબાદ વધુ પ્રોફિટ મેળવવાની અને રોકેલા તમામ નાણાં એકસાથે ઉપાડ કરી આપવાની લાલચ આપી ગુનેગારો પોતાના અસલી બેંક ખાતા છુપાવવા માટે ભાડાના ‘મ્‍યુલ એકાઉન્‍ટ્‍સ' Mule Accountsની વિગતો મોકલી ભોગ બનનાર પાસેથી અલગ-અલગ બેંક ખાતાઓમાં ટૂંકા સમયગાળામાં લાખો રૂપિયા ટ્રાન્‍સફર કરાવી રકમ પરત ન આપી ઓનલાઈન નાણાકીય છેતરપિંડી આચરતા હતા.

આરોપીઓ મ્‍યુલ એકાઉન્‍ટમાં સાયબર ફ્રોડની રકમ મેળવી બાયનાન્‍સ એપ્‍લીકેશન મારફતે આ રૂપિયા યુ.એસ.ડી.ટી. માં ટ્રાન્‍સફર કરી વિદેશમાં બેસલ પોતાના આકાઓને આગળ મોકલી આપતા અને પોતાનું કમિશન મેળવતા હતા. હાલનો આરોપી પોતાની ધરપકડ ટાળવા દેશ છોડી સાઉદી અરેબિયા, થાઈલેન્‍ડ અને છેલ્લે દુબઈમાં છુપાઈને રહેતો હતો જ્‍યાં મોબાઈલની દુકાનમાં નોકરી કરતો હતો.

આગળની કાર્યવાહી જુનાગઢ રેન્‍જ સાયબર પોલીસ કરી રહી છે.

 

(12:59 PM IST)