<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

સુરતમાં વરાછાના વેપારીને મળવા બોલાવી નશીલી ગોળી પીવડાવી રૂ. 5 લાખની ચેઇન પડાવી લેનાર ત્રણે મિત્રને લસકાણા પોલીસે ઝડપી લીધા

લસકાણા પોલીસે હાલમાં પોલીસે ત્રણેયને પકડી પાડયા સાથે સોનાની ચેઇન પણ કબજે કરી લીધી

સુરતના મોટાવરાછામાં ઓનલાઇન કાપડનો વ્યવસાય કરતા વેપારીને તેના ત્રણ મિત્રોએ મળવાના બહાને બોલાવી ઘેની ગોળી પીવડાવી બેભાન કરી ગળામાંથી રૂ. 4.93 લાખની કિંમતની સોનાની ચેઇન તફડાવી લીધી છે. ભાનમાં આવતા વેપારીના ગળામાંથી ચેઇન ગાયબ હતી. આ અંગે વેપારી દુષ્યંત ગોધાણીએ લસકાણા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે વેપારીના મિત્ર યશ અશોક બગથરીયા, સાવન સખીયા અને હિમાશું બગથરીયા સામે ગુનો નોંધ્યો છે.લસકાણા પોલીસે ત્રણ મિત્રને પકડી પાળીયા હતા 
પ્રાપ્ત માહિતી અનુસાર મોટાવરાછામાં આલોક રેસીડેન્સીમાં રહેતા 47 વર્ષીય વેપારી દુષ્યંત જીવરાજ ગોધાણી ગત 28મી એપ્રિલની રાત્રે મિત્ર યશ બગથરીયાનો વોટ્સએપ પર કોલ આવ્યો હતો. યશએ ઘણા દિવસથી મળ્યા નથી તેમ કહી વેપારીને મળવા માટે એક લોકેશન મોકલ્યું હતું. મિત્ર પર વિશ્વાસ મૂકી દુષ્યંતભાઈ પોતાની કાર લઈ તેને મળવા પહોંચ્યા હતા. જે જગ્યા પર વેપારી મિત્રને મળવા બોલાવ્યો ત્યાં યશની સાથે તેના અન્ય બે મિત્રો સાવન સખીયા અને હિમાંશુ બગથરીયા પણ હાજર હતા.
  ત્રણેય જણા વેપારીની કારમાં બેસી લસકાણા ગઢપુર રોડ પર એક બંધ પેટ્રોલ પંપ પાસે ગયા હતા. ત્યાં વેપારીએ પોતાની તબિયત સારી ન હોવાનું જણાવી ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી યશના મિત્રએ વેપારીને કહ્યું કે મારી પાસે એક ગોળી છે જેનાથી તબિયત સારી થઈ જશે એમ કહી ઘેની ગોળી પીવડાવી દીધી હતી. વેપારીને ઘેન આવવા લાગતા ગાડી યશને ચલાવવા આપી દીધી હતી. જ્યારે વેપારી ભાનમાં આવ્યો ત્યારે ગાડીમાં લસકાણા ગઢપુર રોડ પર રેલવે ગરનાળા પાસે પાર્ક હતી અને ત્રણેય મિત્રો ગાયબ હતા. આથી વેપારીએ પત્નીને કોલ કર્યો હતો. વેપારીના ગળામાંથી સોનાની ચેઇન પણ ગાયબ હતી. સોનાની ચેઇન 44.03 ગ્રામની 4.93 લાખની કિંમતની છે આ અંગે વેપારી દુષ્યંત ગોધાણીએ લસકાણા પોલીસમાં ફરિયાદ આપી છે. .લસકાણા પોલીસે હાલમાં પોલીસે ત્રણેયને પકડી પાડયા છે, સાથે સોનાની ચેઇન પણ કબજે કરી લીધી છે.

(11:15 AM IST)