<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી: સુપ્રીમકોર્ટે 1 કરોડ નો જામીન બોન્ડ ભરવા આદેશ આપ્યો

કોર્ટે તથ્ય પટેલને 15 દિવસની અંદર આ રકમ જમા કરાવવા નિર્દેશ આપ્યો: બોન્ડની રકમ મુદ્દે રાજ્ય સરકારે પણ પોતાની સહમતિ દર્શાવી હતી.

અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુપ્રીમકોર્ટમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરાઈ છે. આરોપી તથ્ય પટેલની જામીન અરજી મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે તેને 1 કરોડ રૂપિયાનો જામીન બોન્ડ ભરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે તથ્ય પટેલને 15 દિવસની અંદર આ રકમ જમા કરાવવા નિર્દેશ આપ્યો છે. નોંધનીય છે કે અગાઉ સુપ્રીમકોર્ટે તથ્ય પટેલના નિયમિત જામીન મંજૂર કર્યા હતા. બોન્ડની રકમ મુદ્દે રાજ્ય સરકારે પણ પોતાની સહમતિ દર્શાવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ભયાનક અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા હતા, જેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી હતી.

(7:07 PM IST)