<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત: ત્રણ દિવસના હંગામી જામીન મંજુર

ચૈતર વસાવા પોતાના બીમાર ભાઈને મળવા માટે સુરત સિવિલ હોસ્પિટલ જઈ શકશે

અમદાવાદ :આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ચૈતર વસાવાને ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. ચૈતર વસાવાએ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પોતાના બીમાર ભાઈને મળવા માટે જામીનની માગણી કરી હતી. 

  આ અગાઉ હાઈકોર્ટે તેમને સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીના સમયગાળા માટે જામીન મંજૂર કર્યા હતા. જોકે, હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી આ રાહતથી સંતોષ ન થતાં ચૈતર વસાવા તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી

 . હવે સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર રાહત આપતાં ત્રણ દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. આ નિર્ણયથી ચૈતર વસાવા પોતાના બીમાર ભાઈને મળવા માટે સુરત સિવિલ હોસ્પિટલ જઈ શકશે. સુપ્રીમ કોર્ટના આદેશની અન્ય શરતો અને જામીનના અમલ અંગેની વિગતો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

(8:48 PM IST)