<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

નર્મદા જિલ્લામાં પુરવઠા દુકાનદારોને હજુ ખાંડનો જથ્થો નહીં મળતા ગ્રાહકો સાથે તકરાર

હજુ પુરવઠા ગોડાઉનમાં જ ખાંડ આવી નથી તો સરકાર એડવાન્સમાં પરમીટના રૂપિયા શું કામ ભરાવે છે..? :બે મહિનાથી જિલ્લાના 200 થી વધુ દુકાનદારોને તેમના કમિશનના રૂપિયા પણ મળ્યા નથી તો ધંધો અને પરિવારનું ગુજરાન કઈ રીતે કરવુ

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગ માં વારંવાર અંધેર વહીવટ જોવા મળે છે જેમાં મોટાભાગે સરકારની ઢીલી નીતિ સામે આવે છે, ત્યારે હાલમાં નર્મદા જિલ્લાના દુકાનદારો ને હજુ ખાંડ નહીં મળતા ગ્રાહકો સાથે ઝગડા થાય છે.
   મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં 200 થી વધુ યુરવઠાના દુકાનદારો હોય તેમને દર મહિને કોઈને કોઈ વસ્તુ મોડી ફાળવતા ગ્રાહકો માથાકૂટ કરતા જોવા મળે છે. આમ તો નિયમ મુજબ દર મહિને એડવાન્સ માં પરમીટના રૂપિયા ભરાવી રહ્યા હોઈ પરંતુ સમયસર જથ્થો નહીં મળતા દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઝઘડા થાય છે, આ મહિનામાં પણ પરમીટના એડવાન્સ રૂપિયા ભરવા છતાં હજુ દુકાનદારોને ખાંડનો જથ્થો ફાળવવામાં આવ્યો નથી, જિલ્લામાં 200 થી વધુ પુરવઠાની દુકાનો છે તેમના હજારો ગ્રાહકો જ્યારે દુકાન પર રેશનકાર્ડ પર અનાજ લેવા જાય ત્યારે ઘઉં, ચોખા, ખાંડ લેતા હોય પરંતુ દર મહિને કોઈ એકાદ વસ્તુ મોડી આવતા બાકીનો જથ્થો દુકાનદારોને આપી દેવાય છે તેવા માં દુકાનદારો એ બે વખત વેચાણ કરવું પડે છે, આ મહિનામાં ખાંડ હજુ આવી નથી અને ઘઉં ચોખા અપાઈ ગયા હોય દુકાનદારો હાલમાં ઘઉં ચોખા ગ્રાહકોને આપતા ગ્રાહકો ખાંડ માટે માથાકૂટ કરે છે તેવા માં જ્યારે ખાંડ મળશે ત્યારે દુકાનદારો એ બીજી વખત વેચાણ કરવું પડશે. માટે સરકાર આ બાબતે યોગ્ય કરે એ જરૂરી છે. 
વાત કરીએ દુકાનદારોને મળતા કમિશનની તો લગભગ બે મહિનાથી જિલ્લાના દુકાનદારોને લાખો રૂપિયા કમિશન મળ્યું નથી તો ફક્ત પુરવઠાના ધંધા પર પરિવારનું ગુજરાન ચલાવતા દુકાનદારો ની હાલત કપરી બની છે. એક તરફ સરકાર એડવાન્સમાં પરમીટના રૂપિયા ભરવાના નિયમ બનાવે છે અને બીજી બાજુ કમિશન આપવામાં વિલંબ કરે તો જાયે તો જાયે કહા જેવો દુકાનદારોનો ઘાટ છે. માટે સરકાર આ બાબતે યોગ્ય કરે તે જરૂરી છે.

(12:15 PM IST)