News of Wednesday, 13th May 2026
રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ૧૧ જૂનથી ૨૦ જૂન દરમિયાન લેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષા અંગે સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો ધો.૧૦ની પરીક્ષા ૧૯ જૂને, સાયન્સની ૧૭ જૂને અને સા.પ્ર.ની ૨૦ જૂને પૂર્ણ થશે

અમદાવાદ તા.૧૩: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. બોર્ડના કાર્યક્રમ અનુસાર પૂરક પરીક્ષા ૧૧ જૂનથી શરૂ થશે અને ૨૦ જુનના રોજ પુર્ણ થશે. આ પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ઉપરાંત પરિણામ સુધારવા માટે પણ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શકશે. હાલમાં બોર્ડ દ્વારા પરીક્ષા માટેની રજિસ્ટ્રેશનની કાર્યવાહી ચાલી રહી છે. પોરણ-૧૦ની પરીક્ષા ૧૯ જૂન, ધો. ૧૨ સાયન્સની પરીક્ષા ૧૭ જૂન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા ૨૦ જૂને પુર્ણ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી- માર્ચ ૨૦૨૬માં લેવામાં આવેલી પોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાનું તાજેતરમાં પરિણામ જાહેર કરાયું હતું. પરિણામ જાહેર કરાયા બાદ જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય અને પરિણામ સુધારવા માંગતા હોય તેમના માટે બેસ્ટ ઓફ ટુ એક્ઝામ લેવાનું બોર્ડે નક્કી કર્યું હતું. ઉપરાંત નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ પોતાનું વર્ષ બચાવી શકે તેમના માટે જૂનમાં પૂરક પરીક્ષાનું આયોજન કરવાનું નક્કી કરાયું હતું.
દરમિયાન, શિક્ષણ બોર્ડ દ્વારા જૂનમાં લેવાનારી પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અનુસાર બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા ૧૧ જૂનથી શરૂ કરવામાં આવશે અને ૨૦ જૂનના રોજ પરીક્ષા પુર્ણ થશે. ધોરણ-૧૦ની પરીક્ષા ૧૧ જૂનથી ૧૯ જૂન દરમિયાન લેવાશે. જેમાં પરીક્ષાનો સમય સવારના ૧૦ વાગ્યાથી ૧.૧૫નો રહેશે. જ્યારે પરીક્ષાનો સમય બપોરના ૩ વાગ્યાથી ૬-૩૦નો નક્કી કરાયો છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૧ જૂનથી શરૂ થશે અને ૨૦ જૂને પુર્ણ થશે. સા.પ્ર.ની પરીક્ષા બે સેશનમાં લેવાશે. જેમાં સવારના સેશનમાં ૧૦-૩૦થી ૧-૪૫નો સમય રહેશે અને બપોરના સેશનમાં ૩ વાગ્યાથી ૬-૧૫નો સમય રહેશે, પોરણ-૧૨ સાયન્સની પરીક્ષા ૧૧ જૂનથી શરૂ થશે અને ૧૭ જૂનના રોજ પુર્ણ થશે. સાયન્સની ૧૨ હાલમાં પોરણ-૧૦ અને ૧૨ની પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં પોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને ધોરણ-સાયન્સના વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા માટે ૧૪ મે સુધી ફોર્મ ભરી શકશે. જ્યારે ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ ૧૫ મે સુધી ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ફોર્મ ભરવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તેનો ચોક્કસ આંકડો જાણી શકાશે
ધો.૧૦ની પરીક્ષાનો કાર્યક્રમ
તારીખ વિષય
૧૧ જૂન ગણિત બેઝિક - ગણિત સ્ટાન્ડર્ડ
૧૨ જૂન સામાજીક વિજ્ઞાન
૧૩ જૂન અંગ્રેજી દ્વીતીય ભાષા
૧૫ જૂન વિજ્ઞાન
૧૬ જૂન પ્રથમ ભાષા તમામ
૧૭ જૂન ગુજરાતી દ્વિતીય ભાષા
૧૮ જૂન દ્વિતીય ભાષા તમામ
૧૯ જૂન અન્ય વિષય
ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષાના કાર્યક્રમો
તારીખ વિષય
૧૧ જૂન આંકડાશાષા, ભુગોળ
૧૨ જૂન અર્થશાષા, સંસ્કૃત, ફારસી, અરબી
૧૩ જૂન વાણિજય વ્યવસ્થા, સમાજશાષા
૧૫ જૂન પ્રથમ ભાષા - દ્વિતીય ભાષા
૧૬ જૂન નામાના મૂળતત્વો, હિંદી દ્વિતીય ભાષા
૧૭ જૂન સેક્રેટરીયલ પ્રેકટીસ, મનોવિજ્ઞાન
૧૮ જૂન ચિત્રકાર, તત્વજ્ઞાન સહિત અન્ય વિષય
૧૯ જૂન રાજયશાષા, સમાજશાષા
૨૦ જૂન ઇતિહાસ, સહકાર પંચાયત
ધોરણ ૧૨ સાયન્સની પરિક્ષાના કાર્યક્રમો
તારીખ વિષય
૧૧ જૂન ભૌતિકવિજ્ઞાન
૧૨ જૂન અંગ્રેજી
૧૩ જૂન જીવવિજ્ઞાન
૧૫ જૂન ગણિત
૧૬ જૂન રાસાયણ વિજ્ઞાન
૧૭ જૂન ભાષા કોમ્પ્યુટર
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
