<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

દેવદિવાળીએ સુમુલ ડેરીની 2.50 લાખ પશુપાલકોને મોટી ભેટ: દૂધના ખરીદ ભાવમાં રૂ.50નો વધારો

ગાયના દૂધનો ખરીદ ભાવ રૂ.900થી વધારીને રૂ.950 કરવામાં આવ્યો જ્યારે ભેંસના દૂધનો ભાવ રૂ.930થી વધારીને રૂ.980 કરાયો

સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકો માટે દેવદિવાળીના પર્વે સુમુલ ડેરીએ મોટી ભેટ આપી છે. સુમુલ ડેરીના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.50નો માતબર વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ ગાયના દૂધનો ખરીદ ભાવ રૂ.900થી વધારીને રૂ.950 કરવામાં આવ્યો છે, જ્યારે ભેંસના દૂધનો ભાવ રૂ.930થી વધારીને રૂ.980 કરાયો છે. 

  ચેરમેન કાંતિભાઈ ગામિત અને વાઇસ ચેરમેન ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં મળેલી બોર્ડ બેઠકમાં સર્વાનુમતે ભાવવધારાને મંજૂરી આપવામાં આવી છે. ઘાસચારા અને પશુઆહારના સતત વધતા ખર્ચ વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને સીધો આર્થિક લાભ મળશે. અંદાજ મુજબ માર્ચ 2027 સુધીમાં પશુપાલકોને રૂ.70 કરોડથી વધુની વધારાની આવક થશે. સુમુલના આ નિર્ણયને પશુપાલકોએ દિવાળીના બોનસ સમાન ગણાવ્યો છે. આમ, દેવદિવાળીના પર્વે સુમુલ ડેરીએ પશુપાલકોને આર્થિક રાહત આપતી મોટી ભેટ આપી છે.

(11:22 AM IST)