તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 20th May 2026
શિરા ગામમાં સમર કેમ્પથી બાળકોમાં સર્જનાત્મકતા અને આનંદનો વિકાસ
કેમ્પ બાળકો માટે આનંદદાયક અને પ્રેરણાદાયક અનુભવ સાબિત થયો, તેમજ ગામમાં શિક્ષણ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યે સકારાત્મક માહોલ સર્જાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના શિરા ગામની પ્રાથમિક શાળામાં પીરામલ ફાઉન્ડેશન ની ગાંધી ફેલો રૂબી કુમારી દ્વારા ત્રણ દિવસીય સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોને શૈક્ષણિક સાથે સર્જનાત્મક અને રમૂજી પ્રવૃત્તિઓ દ્વારા નવી શીખવાની તક મળી.
કેમ્પ દરમિયાન બાળકોને પેઇન્ટિંગ, કાર્ડ બનાવવાની કળા તેમજ વિવિધ રમતો જેવી પ્રવૃત્તિઓમાં જોડવામાં આવ્યા. બાળકોને “દોપહેરનું દૃશ્ય” પેઇન્ટિંગ બનાવવું, ઇન્વિટેશન અને બર્થડે કાર્ડ ડિઝાઇન કરવું જેવી રચનાત્મક બાબતો શીખવવામાં આવી. સાથે સાથે ક્રિકેટ અને પરંપરાગત ગુજરાતી રમતો દ્વારા બાળકોમાં ટીમવર્ક અને ઉત્સાહનો વિકાસ પણ જોવા મળ્યો. આ પ્રવૃત્તિઓમાં શાળા તથા આંગણવાડીના બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા.
કેમ્પ પૂર્ણ થતાં બાળકોને પ્રોત્સાહનરૂપે સર્ટિફિકેટ આપવામાં આવ્યા. કાર્યક્રમ દરમિયાન સરપંચ જીવણભાઈ, આંગણવાડી કાર્યકર જામનાબેન, પંચાયત સભ્યો અને ગામજનો ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને ધર્મેશભાઈ પ્રજાપતિએ સર્ટિફિકેટ માટે ₹500નું દાન આપી સહયોગ આપ્યો, જેના માટે તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.
આ સમર કેમ્પ બાળકો માટે આનંદદાયક અને પ્રેરણાદાયક અનુભવ સાબિત થયો, તેમજ ગામમાં શિક્ષણ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યે સકારાત્મક માહોલ સર્જાયો
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
