તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
ખાંડની નિકાસ પર પ્રતિબંધથી દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગ અને શેરડી પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
નિકાસ બંધ થવાથી સુગર મિલોના માર્જિન પર સીધી અસર પડશે:નિકાસબંધીથી ઉદ્યોગ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ શકે:ખેડૂતોને આર્થિક નુકસાન થવાની સંભાવના

સુરત :કેન્દ્ર સરકાર દ્વારા ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર, 2026 સુધી સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના નિર્ણયથી દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગ અને શેરડી પકવતા ખેડૂતોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક બજારમાં ખાંડની પૂરતી ઉપલબ્ધતા અને વધતા ભાવને અંકુશમાં રાખવાનો છે.
નિકાસ બંધ થવાથી સુગર મિલોના માર્જિન પર સીધી અસર પડશે. દક્ષિણ ગુજરાતની 13 સહકારી સુગર મિલો, જે શેરડીના પોષણક્ષમ ભાવ (2016-17માં ૧૦ વર્ષના રેકોર્ડ બ્રેક ભાવ) આપવા માટે જાણીતી હતી, તે આર્થિક દબાણ હેઠળ આવી શકે છે.
નિકાસથી થતી નફાકારક આવક બંધ થતાં, મિલો ખેડૂતોને શેરડીના પોષણક્ષમ કે વધુ ભાવ આપવામાં અસમર્થ બની શકે છે.
માંગડી સુગરમિલના ખાનગીકરણ બાદ, હવે અન્ય સહકારી મિલો પર પણ ખાનગીકરણની લટકતી તલવાર છે.
દક્ષિણ ગુજરાતમાં શેરડીનું વાવેતર અને ઉત્પાદન પહેલાથી જ ઘટી રહ્યું છે, જે સુગર મિલો માટે ચિંતાજનક છે.
વિવિધ સમસ્યાઓ અને મજૂરોની અછત વચ્ચે મિલો પર વ્યાજનું ભારણ વધી રહ્યું છે.
(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
