<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

નર્મદા જીલ્લાના તિલકવાડા નજીક ઇકો ગાડીમાં અચાનક આગ : બે વ્યક્તિઓનો આબાદ બચાવ

દનસીબે ગાડીમાં સવાર બે વ્યક્તિઓ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો

( ભરત શાહ દ્વારા )નર્મદા:  બેસતા વર્ષ ના દિવસે જ તિલકવાડા પંથકમાં એક મોટી દુર્ઘટના ટળી છે. નર્મદાના દેવલીયા તરફથી તિલકવાડા તરફ જઈ રહેલી એક ઇકો ગાડીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સદનસીબે ગાડીમાં સવાર બે વ્યક્તિઓ સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બેસતા વર્ષના પાવન પર્વે જ GJ 06 JE 6777 નંબરની મારૂતિ ઇકો ગાડી દેવલીયાથી તિલકવાડા તરફ આવી રહી હતી. તે દરમિયાન તિલકવાડા તાલુકાના કામસોલી અને ગોલા તલાવડી ગામ વચ્ચેથી પસાર થતી વખતે ગાડીમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં આખી ગાડીને લપેટમાં લઈ લીધી હતી. ગાડીમાં સવાર બે વ્યક્તિઓ સમયસર નીચે ઉતરી જતાં જાનહાનિ ટળી હતી, પરંતુ આખી ગાડી સળગીને રાખ થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર મોટી સંખ્યા માં લોક ટોળા એકઠા થઈ ગયા હતા. નવા વર્ષના તહેવારના દિવસે જ બનેલી આ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.

(4:15 PM IST)