તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
લોકરક્ષક કેડરના 12,733 ઉમેદવારો માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી : 30 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી પાંચ શહેરોમાં દસ્તાવેજ ચકાસણી થશે
વિવિધ કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણીનો કાર્યક્રમ જાહેર

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર : ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (૬૯૪૨), હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (૨૪૫૮), જેલ સિપોઇ (૩૩૧) તથા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-SRPF (ફકત પુરૂષો માટે) (૩૦૦૨) જગ્યા મળી કુલ ૧૨૭૩૩ જગ્યાઓ માટેની પ્રથમ તબક્કાની દસ્તાવેજ ચકાસણી તા.૩૦.૦૯.૨૦૨૬ થી તા.૧૩.૧૦.૨૦૨૬ દરમ્યાન અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર તથા ગાંધીનગર ખાતે હાથ ધરવામાં આવનાર છે. જે માટેના કોલલેટર આજથી Ojas વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.
દસ્તાવેજ ચકાસણી દરમ્યાન ઉમેદવારોના ઓળખપત્ર, શૈક્ષણિક પ્રમાણપત્રો, અનામત જાતિ અંગેના દસ્તાવેજો તથા વધારાના ગુણ મેળવવા અંગેના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવનાર છે.
દસ્તાવેજ ચકાસણી દરમ્યાન ઉમેદવારોએ Preference Formમાં (૧) બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (૨) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (૩) જેલ સિપોઇ તથા (૪) હથિયારી પોલીસ કોન્સ્ટેબલ-SRPF (ફકત પુરૂષો માટે)ને પોતાની પસંદગી મુજબના ક્રમમાં લખવાની રહે છે. દસ્તાવેજ ચકાસણી બાદ ઉમેદવારે ભરેલ આ સંવર્ગ પસંદગીને ફાઇનલ ગણીને પસંદગી યાદી તૈયાર કરવામાં આવનાર છે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
