<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

રાધનપુર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો:ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો: ખેડૂતો ચિંતિત બન્યા

બાદરપુરા ગામમાં ભારે પવનના કારણે અનેક મકાનોના પતરા ઉડી ગયા: ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને બાદરપુરા ગામમાં ભારે પવનના કારણે અનેક મકાનોના પતરા ઉડી ગયા હતા અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.મોડી રાતથી વીજળી ગુલ રહેતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 બીજી તરફ ખેડૂતોને પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચણા સહિતના તૈયાર પાકને વરસાદ અને પવનના કારણે નુકસાન પહોંચતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ નુકસાનનો તાત્કાલિક સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતો અને લોકોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે.

(6:17 PM IST)