તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
અમદાવાદના અચાનક વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ
વસ્ત્રાપુર, સેટેલાઈટ, એસજી હાઈવે, ઈસ્કોન, ઘાટલોડિયા, ચાંદલોડિયા, પાલડી, આંબાવાડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરના વસ્ત્રાપુર, સેટેલાઈટ, એસજી હાઈવે, ઈસ્કોન, ઘાટલોડિયા, ચાંદલોડિયા, પાલડી, આંબાવાડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. વરસાદ થવાથી લોકોને ગરમીમાં રાહતનો અનુભવ થયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમીથી લોકોને રાહત થઈ છે.
પશ્ચિમ વિસ્તારમાં બુધવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બોડકદેવ, પ્રહલાદનગર, જજિસ બંગલો અને એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી.
સિંધુભવન રોડ અને આસપાસના વિસ્તારોમાં પણ મધ્યમથી ધીમો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત વસ્ત્રાપુર અને સેટેલાઈટ વિસ્તારમાં પણ વરસાદ વરસતાં રસ્તાઓ ભીના બન્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
