<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

સાંજે અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો :અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ

એસ.જી. હાઈવે પર આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા અને ધોધમાર વરસાદ શરૂ ગોતા, સોલા સિવિલ, ઈસ્કોન, બોડકદેવ અને સરખેજ જેવા વિસ્તારોમાં વરસાદ સાથે ઠંડો પવન પણ ફૂંકાયો

ગુજરાતના અમદાવાદ શહેરમાં આખો દિવસ કાળઝાળ ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણ બાદ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. એસ.જી. હાઈવે પર આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને જોતજોતામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

વરસાદનું જોર એટલું હતું કે રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. ગોતા, સોલા સિવિલ, ઈસ્કોન, બોડકદેવ અને સરખેજ જેવા વિસ્તારોમાં વરસાદ સાથે ઠંડો પવન પણ ફૂંકાયો હતો, જેના કારણે ગરમીમાં શેકાતા અમદાવાદીઓને ભારે રાહત મળી હતી અને વાતાવરણ ઠંડુંગાર બની ગયું હતું. ધોધમાર વરસાદના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ પલળી ગયા હતા.

 

(7:33 PM IST)