News of Saturday, 12th September 2026
સુરતમાં સચીન પોલીસની સફળ કામગીરી: જેલ એક્ટના ગુનામાં દોઢ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
જેલમાં પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના ગુનામાં સંડોવાયેલો વિકી ગામીત પકડાયો: ભારતીય ન્યાય સંહિતા ૨૨૩ અને જેલ કાયદાની કલમો હેઠળ કાર્યવાહી

સુરત, તા.૧૨ : સુરત શહેર પોલીસ કમિશ્નર સાહેબ શ્રી તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર "આઈ" વિભાગ નાઓએ જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે તો ઊંડાણપૂર્વકની ઝીણવટ તપાસ કરી ગુનાહિત પ્રવૃતિ પ્રસ્થાપિત કરવા તેમજ જેલ કાયદા મુજબના ગુના દાખલ થયેલ હોય તેના ગુનાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સૂચનાઓ આપેલ છે.
જે અનુસંધાને પોલીસ નિરીક્ષક પી.એન.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ ઉપ નિરીક્ષક કે.આર.સિસોદિયા નાઓના નેતૃત્વ હેઠળ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા માટે સચીન પોલીસ માણસોએ હુમન સોરસી તેમજ તકનીકી દેખરેખ આધારે તપાસ કરી હતી.
તપાસ દરમિયાન સચીન પો.સ્ટે. નો ગુ.ર.નં. ૧૧૨૧૦૦૫૪૨૯૧૬૫૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ તથા જેલ કાયદાની કલમ-૪૨,૪૩ અને ૪૫ ની પેટા કલમ-૧૨ મુજબના જેલ કાયદા સંબંધી ગુનામાં નાસતા ફરતા આરોપી નામે વિકી વિનોદભાઈ ગામીત ઉંમર ૨૫, રહેવાસી ફણીશ્વરા તા. વ્યારા જી. તાપીનાઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ સચીન પો.સ્ટે. બી-પાર્ટ ગુ. ર. નં.૧૧૨૧૦૦૫૪૨૯૧૬૫૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.)-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ તથા જેલ કાયદાની કલમ-૪૨,૪૩ અને ૪૫ ની પેટા કલમ-૧૨ મુજબ.
આ કામગીરીમાં સામેલ પોલીસ અધિકારી અને કર્મચારી પોલીસ નિરીક્ષક પી.એન.વાઘેલા,પોલીસ ઉપ નિરીક્ષક કે.આર.સિસોદિયા, આ.પો.કોન્સ. નિલેશભાઈ મૈયાભાઈ.
(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
