<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

લસકાણા પોલીસની સફળ કામગીરી : સુરતમાં દુષ્કર્મના ગુનામાં એક માસથી નાસતા ફરતા આરોપી - AAP નાં પ્રવક્તા કાળુ વઘાસીયાને પીઆઈ એમ.બી.ઝાલા અને ટીમ દ્વારા દબોચી લેવાયો : જૂઓ વિડીયો

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર-૧ અધિક પોલીસ કમિશનર બલરામ મીણાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ કે.એલ. રાદડીયાએ ડાયમંડ નગર સર્વિસ રોડ પરથી આરોપીને ઝડપી પાડ્યો

સુરત:સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર-૧ બલરામ મીણા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે લસકાણા પોલીસને મોટી સફળતા મળી છે. ઈન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન-૧ એ.એમ. પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર 'એ' ડિવિઝન વી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ લસકાણા પોલીસે એક મહિનાથી પોલીસને થાપ આપી રહેલા દુષ્કર્મના આરોપી અને AAP ના પ્રવક્તાને ઝડપી પાડ્યો છે.

બાતમીના આધારે ઓપરેશન

લસકાણા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઝાલાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના ઈન્ચાર્જ પીએસઆઈ કે.એલ. રાદડીયા અને તેમની ટીમ હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ, હરદિપભાઈ કાંતેભાઈ અને હરદીપસિંહ નારસિંહને સચોટ બાતમી મળી હતી કે ગુનાનો આરોપી ડાયમંડ નગર સર્વિસ રોડ પાસે છુપાયેલો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો હતો.

ઝડપાયેલ આરોપીની વિગત

પોલીસના સકંજામાં આવેલ આરોપીનું નામ કાળુભાઇ ચતુરભાઇ વઘાસીયા (ઉંમર વર્ષ ૪૧) છે. તે મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના વાઘણીયા ગામનો વતની છે અને હાલમાં સુરતના લસકાણા વિસ્તારમાં આવેલ શુભમ રો-હાઉસના ઘર નંબર ૫૦માં રહીને વેપાર કરતો હતો.

ગુનાની પૃષ્ઠભૂમિ

આરોપી વિરુદ્ધ ગત તારીખ ૧૦/૦૪/૨૦૨૬ના રોજ લસકાણા પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૨૧૦૦૧૦૨૬૦૩૯૫/૨૦૨૬ મુજબ ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ની કલમ ૬૯ (દુષ્કર્મ), ૩૫૧(૨), ૩૫૨ અને ૧૧૫(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં આરોપી એક મહિનાથી નાસતો ફરતો હતો. લસકાણા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા બિરદાવવામાં આવી છે.

(2:23 PM IST)