<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

સુબીર ૫- આહવા અને વિજયનગર ૪.૫ ઇંચ, ચીખલી અને વાપીમાં ૩ ઇંચ

રાજયભરમાં જમાવટ કરતાં મેઘરાજા... રાજ્‍યના ૩૨ જીલ્‍લાના ૧૬૪ તાલુકાઓમાં ૧ થી ૧૧ ઇંચ ભારે વરસાદઃ રાજ્‍યમાં સીઝનનો કુલ ૧૭.૨૬% વરસાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ રાજ્‍યના ૩૨ જીલ્‍લાના ૧૬૪ તાલુકાઓમાં ૧ થી ૨૭૪ મિમી, વરસાદ સાથે રાજ્‍યમાં સીઝન નો કુલ સરેરાશ ૧૭.૨૬% વરસાદ નોંધાયો છે.

મેઘરાજા રાજ્‍યભરમાં જમાવટ કરી રહ્યા છે, મેઘરજ અને સુબીર ૫ ઇંચ, આહવા ૪.૫ ઇંચ વિજયનગર ૪.૫ ઇંચ, ચીખલી અને વાપી ૩ ઇંચ વરસાદ નોંધાયો છે .

ફલડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો ડાંગ જિલ્‍લો સુબીર  ૧૩૧ મી.મી., આહવા ૧૧૬ મી.મી., વઘઈ  ૪૯ મી.મી.

સાબરકાંઠા જિલ્‍લોઃ વિજયનગર  ૧૧૪ મી.મી., ખેડબ્રહ્મા  ૫ મી.મી., ઇડર  ૩ મી.મી., વડાલી  ૨ મી.મી.

નવસારી જિલ્‍લોઃ ચીખલી  ૮૩ મી.મી., ગણદેવી  ૬૭ મી.મી., નવસારી  ૩૪ મી.મી., જલાલપોર  ૨૧ મી.મી., ખેરગામ  ૧૭ મી.મી., વાંસદા  ૧૪ મી.મી.

વલસાડ જિલ્‍લોઃ વાપી  ૭૫ મી.મી., ઉમરગામ  ૬૯ મી.મી., કપરાડા  ૫૩ મી.મી., વલસાડ  ૩૦ મી.મી., નાનાપોંઢા  ૨૦ મી.મી., પારડી  ૧૯ મી.મી., ધરમપુર  ૯ મી.મી.

તાપી જિલ્‍લોઃ ડોલવણ  ૭૦ મી.મી., વ્‍યારા  ૬૩ મી.મી., વાલોડ  ૫૨ મી.મી., સોનગઢ  ૨૨ મી.મી., ઉકાઈ  ૧૮ મી.મી.

સુરત જિલ્‍લોઃ અંબિકા  ૫૩ મી.મી., ઓલપાડ  ૪૫ મી.મી., બારડોલી  ૩૦ મી.મી., મહુવા  ૨૨ મી.મી., સુરત શહેર  ૯ મી.મી.

મહેસાણા જિલ્‍લોઃ મહેસાણા  ૫૦ મી.મી., કડી  ૩૪ મી.મી., વિસનગર  ૩૩ મી.મી., ઊંઝા  ૧૩ મી.મી., વડનગર  ૧૦ મી.મી., સતલાસણા  ૯ મી.મી., જોટાણા  ૮ મી.મી., ખેરાલુ  ૩ મી.મી.

આણંદ જિલ્‍લોઃ તારાપુર  ૪૦ મી.મી., સોજીત્રા  ૭ મી.મી., બોરસદ  ૪ મી.મી., અંકલાવ  ૨ મી.મી., ખંભાત  ૨ મી.મી.

પાટણ જિલ્‍લોઃ સિદ્ધપુર  ૩૬ મી.મી., શંખેશ્વર  ૨૩ મી.મી., રાધનપુર  ૧૫ મી.મી., સામી  ૯ મી.મી., સરસ્‍વતી  ૭ મી.મી., ચાણસ્‍મા  ૭ મી.મી., પાટણ  ૫ મી.મી., સાંતલપુર  ૫ મી.મી.

બનાસકાંઠા જિલ્‍લોઃ વડગામ  ૩૪ મી.મી., દાંતા  ૩૪ મી.મી., દાંતીવાડા  ૨૫ મી.મી., પાલનપુર  ૨૦ મી.મી., ડીસા  ૯ મી.મી., હડાદ  ૩ મી.મી., રહા  ૩ મી.મી.

અમદાવાદ જિલ્‍લોઃ સાનંદ  ૨૭ મી.મી., વિરમગામ  ૨૬ મી.મી., માંડલ  ૨૪ મી.મી., બાવળા  ૧૨ મી.મી., દસ્‍ક્રોઈ  ૧૦ મી.મી., ધોલેરા  ૭ મી.મી., અમદાવાદ શહેર  ૪ મી.મી.

ગાંધીનગર જિલ્‍લોઃ કલોલ  ૨૯ મી.મી., ગાંધીનગર  ૬ મી.મી.

દાહોદ જિલ્‍લોઃ ગરબાડા  ૨૪ મી.મી., ધાનપુર  ૧૬ મી.મી., સુખસર  ૬ મી.મી., લીમખેડા  ૬ મી.મી., દેવગઢ બારિયા  ૫ મી.મી., દાહોદ  ૨ મી.મી.

બોટાદ જિલ્‍લોઃ બરવાળા  ૧૧ મી.મી., ગઢડા  ૮ મી.મી., બોટાદ  ૫ મી.મી., રાણપુર  ૫ મી.મી.

પંચમહાલ જિલ્‍લોઃ ગોધરા  ૧૦ મી.મી., ઘોઘંબા  ૪ મી.મી., મોરવા (હડફ)  ૩ મી.મી.

વડોદરા જિલ્‍લોઃ પાદરા  ૮ મી.મી.

ખેડા જિલ્‍લોઃ ખેડા  ૭ મી.મી., વાસો  ૩ મી.મી.

નર્મદા જિલ્‍લોઃ નાંદોદ  ૧૬ મી.મી., ગરુડેશ્વર  ૩ મી.મી.

ભરૂચ જિલ્‍લોઃ ઝઘડિયા  ૩ મી.મી., જંબુસર  ૩ મી.મી., આમોદ  ૨ મી.મી., વાલિયા  ૧ મી.મી.

છોટાઉદેપુર જિલ્‍લોઃ જેતપુર પાવી  ૧૦ મી.મી., છોટાઉદેપુર  ૨ મી.મી., બોડેલી  ૧ મી.મી., સંખેડા  ૧ મી.મી.

કચ્‍છ જિલ્‍લોઃ ભુજ  ૧ મી.મી.

વરસાદ નોંધાયેલ છે.

(1:21 PM IST)