તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
હીરામણિ શાળાના વિદ્યાર્થીઓને ખો ખો સ્પર્ધામાં સફળતા

રાજકોટ, અખિલ ભારતીય શાળાકીય SGFI રમતોની અન્ડર-૧૪, ૧૭ અને ૧૯ ભાઈઓ-બહેનોની જિલ્લા કક્ષાની ખો-ખોની સ્પર્ધાનું આયોજન અમદાવાદની હીરામણિ શાળામાં કરવામાં આવ્યું હતું. જેમાં અન્ડર-૧૭ વિભાગમાં હીરામણિ શાળાની બહેનોની ટીમ ચેમ્પિયન બની હતી. મોનાર્ક યુનિવર્સિટી દ્વારા આયોજીત તથા અખિલ અમદાવાદ ખો-ખો એસોસિએશનના સહયોગથી અન્ડર-૧૭ ભાઈઓ-બહેનોની અમદાવાદ ગ્રમ્ય, અમદાવાદ શહેર, ગાંધીનગર ગ્રામ્ય તથા ગાંધીનગર શહેર જીલ્લાની કુલ ૩૨ ટીમોએ ભાગ લીધો હતો. હીરામણિ શાળાની ભાઈઓની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રનર્સ-અપ બની હતી. રનર્સ અપ બનવા બદલ હીરામણિ શાળાની ટીમને ટ્રોફી, મેડલ, સર્ટિફિકેટ તથા રૂપિયા ૧૧,૦૦૦/- નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સિધ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી ડો.વરૂણ અમીન, સી.ઈ.ઓ.ભગવતભાઈ અમીને તમામ ખેલાડીઓને અને વ્યાયામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
