News of Tuesday, 27th October 2026
હીરામણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં વિજેતા

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલમહાકુંભ -૨૦૨૬ અંતર્ગત યોજાયેલી રમત-ગમત સ્પર્ધામાં અમદાવાદની હીરામણિ શાળાના વિદ્યાર્થી (૧) આરોહી પટેલ- અન્ડર-૧૧ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાં જીલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ અને રૂપિયા ૬,૫૦૦ રોકડ પુરસ્કાર (૨) પ્રિશા શાહ - અન્ડર-૧૪ કરાટે સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ગોલ્ડ મેડલ અને રૂપિયા ૫,૦૦૦ રોકડ પુરસ્કાર (૩) વિહાર ઉપાધ્યાય - અન્ડર-૧૪ કુસ્તીમાં જિલ્લા કક્ષાએ સિલ્વર મેડલ અને રૂપિયા ૩,૦૦૦ રોકડ પુરસ્કાર (૪) નાઈ ધ્વિજ - અન્ડર-૯ માં ૩૦ મીટર દોડમાં ઝોન કક્ષાએ સિલ્વર મેડલ અને રૂપિયા ૧,૦૦૦ રોકડ પુરસ્કાર (૫) રીત્વ પિપલીયા - અન્ડર-૯ સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં ઝોન કક્ષાએ સિલ્વર મેડલ અને રૂપિયા ૧,૦૦૦ રોકડ પુરસ્કાર મેળવશે. વિજેતા વિદ્યાર્થીઓને સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન અને સી.ઇ.ઓ. શ્રી ભગવત અમીને અભિનંદન આપ્યા હતા.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
