<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

નિરમા યુનિવર્સિટીમાં સ્ટેજ કાર્યક્રમ દરમિયાન બનેલ ઘટના અંગે વિદ્યાર્થી અને પ્રોફેસરે એક બીજાની માફી માંગી લીધી

સમગ્ર ઘટનાની તપાસ માટે, ત્રણ સિનિયર ડાયરેક્ટરની કમિટી બનાવાઈ છે જે સંપૂર્ણ તપાસ કરીને અહેવાલ આપશે. જેના આધારે પ્રોફેસર સામે પગલાં ભરાશે

અમદાવાદની જાણીતી નિરમા યુનિવર્સિટીમાં સ્ટેજ કાર્યક્રમ દરમિયાન બનેલ લાંછનરુપ ઘટના અંગે કુલપતિ ડો. આર એન પટેલનું નિવેદન આજે સામે આવ્યું છે. વિદ્યાર્થી અને પ્રોફેસરે એક બીજાની માફી માંગી લીધી છે. જો કે યુનિવર્સિટીએ આટલાથી સંતોષ માન્યો નથી. સમગ્ર ઘટનાની તપાસ માટે, ત્રણ સિનિયર ડાયરેક્ટરની કમિટી બનાવવામાં આવી છે. જે સંપૂર્ણ તપાસ કરીને અહેવાલ આપશે. જેના આધારે પ્રોફેસર સામે પગલાં ભરાશે. સ્ટેન્ડઅપ કોમેડિયન અંગેના એક કાર્યક્રમમાં બનાવ બન્યો હતો. બનાવ બાદ પ્રોફેસરે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. કમિટી ના રિપોર્ટ મુજબ પ્રોફેસર સામે કાર્યવાહી કરવામાં આવશે. .

(6:59 PM IST)