તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
વાપીના ચલા વિસ્તારમાં મનપા સંચાલિત સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી વિદ્યાર્થિનીનું મોત
દમણ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી અને તરતા શીખવા આવેલી 20 વર્ષીય વિદ્યાર્થિનીનું પાણીમાં ડૂબી જતાં કરૂણમોત

વલસાડના વાપીના ચલા વિસ્તારમાં મનપા સંચાલિત સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપીમાં સ્વિમિંગ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. દમણ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય અંશુ કુમારીનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત થયું છે. અંશુ કુમારી તરતા શીખવા માટે સ્વિમિંગ પુલમાં આવી હતી. દરમિયાન તે પાણીમાં ડૂબવા લાગતાં અન્ય વિદ્યાર્થીઓએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે લાંબો સમય પાણીમાં રહેતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પરિવારજનોએ સ્પોર્ટ્સ ક્લબની બેદરકારીના કારણે અંશુ કુમારીનું મોત થયું હોવાનો આક્ષેપ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
