<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું

વિદ્યાર્થી સંગઠનો બાદ હવે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આંદોલનના માર્ગે ઉતર્યા:વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કર્યું

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. અગાઉ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યા બાદ હવે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આંદોલનના માર્ગે ઉતર્યા છે. વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીનો કોલર પકડવાના મુદ્દા તેમજ વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ વીડિયો શૂટ કરી રહ્યા હતા, જેને યુનિવર્સિટી પ્રશાસને રોક્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને પ્રશાસન વચ્ચે તણાવનો માહોલ જોવા મળ્યો હતો

(6:28 PM IST)