News of Tuesday, 15th September 2026
ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતા: તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ
દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને દરિયો અતિ તોફાની બની શકે :માછીમારો માટે દરિયો ન ખેડવા ચેતવણી જાહેર

અમદાવાદ : હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના દરિયાકાંઠે આગામી 5 દિવસ સુધી ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારો માટે દરિયો ન ખેડવા ચેતવણી જાહેર કરવામાં આવી છે
જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર, મુળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે વધીને 55 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને દરિયો અતિ તોફાની બની શકે છે. ગુજરાતના તમામ બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ જારી કરવામાં આવ્યું છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
