તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
નર્મદા જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહ સામે ખાણખનિજ વિભાગની કડક કાર્યવાહી
૨૬ એપ્રિલ થી ૭ જુલાઈ દરમિયાન કુલ 47 કેસો નોંધાયા,₹43.87 લાખનો દંડ વસૂલવાની કાર્યવાહી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં ખાણ અને ખનિજ વિભાગ દ્વારા બિનઅધિકૃત ખનન, ખનિજના વહન અને સંગ્રહને અટકાવવા માટે નિયમિત તેમજ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા કક્ષાએ અધિકારીઓ દ્વારા ચેકિંગ દરમિયાન ખનિજની બિનઅધિકૃત હેરફેર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં નિયમોનું ઉલ્લંઘન કરીને ખનિજનું ખનન, વહન અથવા સંગ્રહ કરતા તત્વો સામે ગુજરાત ખનિજ (ગેરકાયદે ખનન, વહન અને સંગ્રહ નિવારણ) નિયમો હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા ખાણખનિજ વિભાગ દ્વારા તા. ૨૬ એપ્રિલ ૨૦૨૬ થી તા. ૭ જુલાઈ ૨૦૨૬ સુધીમાં કુલ 47 કેસો નોંધવામાં આવ્યા છે, જેમાં અંદાજે ₹43.87 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ઉપરાંત, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન જિલ્લામાં બિનઅધિકૃત રીતે ખનન, વહન અને સંગ્રહના કુલ 110 કેસો નોંધાયા હતા, જેમાં અંદાજે ₹130.16 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત બિન અધિકૃત રીતે ખનીજના ખનન સબબ કુલ 02 કેસમાં અંદાજે ₹1.06 કરોડના ખનિજ ચોરી સબબ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ છે.
જિલ્લા ખાણખનિજ વિભાગે ખનિજના બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહમાં સંકળાયેલા તત્વોને કાયદાનું પાલન કરવાની અપીલ કરી છે તેમજ આવા ગેરકાયદે કૃત્યો સામે આગળ પણ સતત અને કડક કાર્યવાહી ચાલુ રાખવાની ખાતરી વ્યક્ત કરી છે
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
