તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
સુરત BRTS બસ સંચાલક એજન્સીઓ સામે તંત્રની કડક કાર્યવાહી : ત્રણ એજન્સીઓને નોટીસ ફટકારાઇ
ડેપ્યુટી કમિશનર સ્મીત લોઢાએ JBM, હંસા ટ્રાવેલ્સ અને ઇવે ટ્રાન્સને નોટિસ ફટકારી

સુરતમાં BRTS બસના સંચાલનમાં બેદરકારી બદલ તંત્રએ ત્રણ એજન્સીઓ સામે કડક કાર્યવાહી કરી છે. ડેપ્યુટી કમિશનર સ્મીત લોઢાએ JBM, હંસા ટ્રાવેલ્સ અને ઇવે ટ્રાન્સને નોટિસ ફટકારી છે. JBM એજન્સીને દંડની નોટિસ આપવામાં આવી છે, જ્યારે હંસા ટ્રાવેલ્સને રૂ.50 લાખ અને ઇવે ટ્રાન્સને રૂ.1.90 લાખના દંડની નોટિસ ફટકારવામાં આવી છે. બસની અનિયમિતતા, ઓછી ટ્રીપ અને વારંવાર બ્રેકડાઉન જેવી સમસ્યાઓને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. એજન્સીઓની બેદરકારીના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોવાની ફરિયાદો ડેપ્યુટી કમિશનર સુધી પહોંચતા તંત્ર હરકતમાં આવ્યું હતું. હવે ત્રણેય એજન્સીઓ સામે નોટિસ આપી જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
